મુંબઈ હાઈ કોર્ટે નેટફ્લિક્સને ડોક્યુમેન્ટરી ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી બ્રીડની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ) માટે પ્રી-રિલીઝ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, ડોક્યુમેન્ટરી શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીની આસપાસ કેન્દ્રિત છે. સીબીઆઈએ શીના બોરા હત્યા કેસમાં ટ્રાયલ હજુ પૂર્ણ થવાની બાકી હોવાથી વેબ-સિરીઝના પ્રસારણ પર રોક લગાવવા માટે અરજી કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજૂષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ગુરુવારે સૂચન કર્યું હતું કે, સીબીઆઈએ સ્ટે માટેની તેમની અરજી પર કોઈ પણ રજૂઆત કરતાં પહેલાં પ્રથમ ડોક્યુમેન્ટરી જોવાનું યોગ્ય રહેશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH