ઉધરસના કારણે કોઈ કામ બરાબર રીતે કરી શકાતા નથી. ખાસ કરીને સુકી ઉધરસ સામાન્ય રીતે ઘણા દિવસો સુધી રહે છે. સુકી ઉધરસ ઘણા દિવસો સુધી પરેશાન કરે છે. જો તમને પણ સૂકી ઉધરસ છે અને દવાઓ કામ નથી કરી રહી તો તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીએ.

વાતાવરણમાં ફેરફાર અને વાયરલ રોગોના ફેલાવાના કારણે ઉધરસ ઝડપથી થઈ જાય છે. ઘણીવાર ઉધરસ એવી થાય છે કે તેને મટાડવા માટે દિવસો સુધી દવા લેવામાં આવે તો પણ ઉધરસ મટતી નથી. ઉધરસના કારણે કોઈ કામ બરાબર રીતે કરી શકાતા નથી. ખાસ કરીને સુકી ઉધરસ સામાન્ય રીતે ઘણા દિવસો સુધી રહે છે. સુકી ઉધરસ ઘણા દિવસો સુધી પરેશાન કરે છે. જો તમને પણ સૂકી ઉધરસ છે અને દવાઓ કામ નથી કરી રહી તો તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીએ. આ ઉપચાર સૂકી ઉધરસથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. 

1. જો તમે વધુ પડતી ઉધરસથી પરેશાન છો તો આદુના નાના ટુકડામાં એક ચપટી મીઠું મિક્સ કરીને તેને મોઢામાં રાખો. ધીરે ધીરે આદુનો રસ ગળે ઉતારવો. દિવસમાં 2 થી 3 વખત આ ઉપાય કરવાથી લાભ થશે.

2. મધ અને કાળા મરીનું સેવન કરવાથી પણ ઉધરસથી છુટકારો મળે છે. તેના માટે 4-5 કાળા મરીને પીસી તેનો પાવડર બનાવી લો. કાળા મરીના પાવડરમાં મધ મિક્સ કરી તેને ચાટી જવું. 

3. આદુ અને મધ બંને સૂકી ઉધરસમાં રાહત આપે છે. આદુનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં મધ ઉમેરી તેનું સેવન કરવાથી ગળુ સુકાતું નથી અને ઉધરસથી પણ રાહત મળે છે. 

4. ઉધરસમાં રાહત મેળવવા માટે અડધા ગ્લાસ હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવું. આ રીતે દરરોજ મધનું સેવન કરવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે.  

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us