September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

મુંબઈ મહાપાલિકાની ચેંબુર અને કાંદિવલીમાં નવી CBSE સ્કૂલ

મુંબઈ મહાપાલિકાએ અત્યાર સુધી 11 સીબીએસઈ સ્કૂલ શરૂ કરી છે. ગરીબ કુટુંબના બાળકોને આ સ્કૂલમાં ભણવાની તક ઉપલબ્ધ થઈ છે. મુંબઈ મહાપાલિકાએ આ શૈક્ષણિક વર્ષથી વધુ 3 સીબીએસઈ સ્કૂલ શરૂ કરી છે જેમાં 2 ચેંબુરમાં અને એક કાંદિવલીમાં છે. ચેંબુરમાં મહાપાલિકાની હવે કુલ 3 સીબીએસઈ સ્કૂલ છે.

મુંબઈ મહાપાલિકાએ 2020માં જોગેશ્વરી પૂર્વમાં પૂનમનગર ખાતે મુંબઈ પબ્લિક સ્કૂલમાં પ્રથમ સીબીએસઈ સ્કૂલ શરૂ કરી હતી. આ સ્કૂલને મળેલો પ્રતિસાદ જોતા મહાપાલિકાએ આર્થિક દષ્ટિએ નબળા જૂથના વિદ્યાર્થીઓ માટે મુંબઈના બીજા ઠેકાણાઓ પર સીબીએસઈ સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મહાપાલિકાએ 2021માં વધુ 10 ઠેકાણે સીબીએસઈ સ્કૂલ શરૂ કરી.

તેમ જ આઈસીએસઈ, આઈબી અને કેમ્બ્રિજ આઈજીસીએસઈ બોર્ડ દરેકની એક સ્કૂલ શરૂ કરી હતી. આ સ્કૂલો માટે વધતો પ્રતિસાદ જોતા ગયા વર્ષે મહાપાલિકાએ સીબીએસઈ સ્કૂલોમાં છોટા શિશુ અને બાલવાડીના એક એક ક્લાસ વધાર્યો હતો. તેથી 960 સીટ વધી હતી. જોકે સીબીએસઈ સ્કૂલની માગણી વધી રહી છે ત્યારે મુંબઈમાં વધુ સીબીએસઈ સ્કૂલ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો પ્રયત્ન છે.

મહાપાલિકાની સ્કૂલોમાં કેન્દ્રિય અને આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલ શરૂ થયા પછી વિદ્યાર્થીઓનો ઝૂકાવ વધ્યો છે. બીજા બોર્ડની ખાનગી સ્કૂલનો ખર્ચ પરવડતો ન હોવાથી સામાન્ય અને ગરીબ કુટુંબના બાળકો આ સ્કૂલોમાં પ્રવેશ લઈ શકતા નથી. તેથી મહાપાલિકાની સીબીએસઈ, આઈસીએસઈ અને આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલોને મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. ઓનલાઈન પદ્ધતિથી અરજી કરીને પછી લોટરી કાઢવામાં આવે છે. તેથી આ સ્કૂલોની સંખ્યા વધારવાનો મહાપાલિકાના શિક્ષણ વિભાગનો પ્રયત્ન હતો.

સીબીએસઈ સ્કૂલો ક્યાં છે?
આ વર્ષથી શરૂ કરવામાં આવેલી નવી ત્રણ સ્કૂલ ચેંબુર પશ્ચિમમાં જીજામાતા નગર પરિસરમાં આણિક ગામ, ચેંબુરમાં આરસીએફ પરિસરમાં વડવલીના આશિષ તળાવ અને કાંદિવલી પશ્ચિમમાં એમ.જી.ક્રોસ રોડ, સાઈનગર ખાતે છે. એના ઉપરાંત ભવાનીશંકર રોડ મહાપાલિકા સ્કૂલ, કાણેનગર મહાપાલિકા સ્કૂલ, પ્રતીક્ષાનગર મહાપાલિકા સ્કૂલ, દિંડોશી મહાપાલિકા સ્કૂલ, જનકલ્યાણ મહાપાલિકા સ્કૂલ મલાડ, તુંગા વિલેજ સ્કૂલ કુર્લા, રાજાવાડી મહાપાલિકા સ્કૂલ વિદ્યાવિહાર, અઝીઝબાગ મહાપાલિકા સ્કૂલ ચેંબુર, હરિયાલી વિલેજ મહાપાલિકા સ્કૂલ વિક્રોલી પૂર્વ અને મુલુંડ પૂર્વમાં મિઠાગર મહાપાલિકા સ્કૂલમાં સીબીએસઈ બોર્ડનું શિક્ષણ ચાલુ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us