ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુંબઈમાં કુરિયર ટર્મિનલ પરથી લાકડાના શોપીસમાંથી રૂ. 5 કરોડનું કોકેઈન પકડી પાડવામાં આવ્યું હતું. આ પછી સૂઝબૂઝપૂર્વક પાર્સલ પ્રાપ્ત કરનારની માહિતી કઢાવીને મહિલા સહિત બે જણની ધરપકડ કરવામાં આવી છે.કોસ્ટા રિકાથી બોગસ સરનામું અને મોબાઈલ નંબર જાહેર કરીને એક કન્સાઈનમેન્ટ આયાત કરાયું હતું. તે મુંબઈના કુરિયર ટર્મિનલ પર આવ્યું હતું. તપાસ કરતાં લાકડાના શોપીસ પર શંકા જતાં તપાસ કરવામાં આવી હતી, જેમાં ખ્યાલ નહીં આવે તે રીતે નાનાં પાઉચ મળી આવ્યાં હતાં.

આવાં કુલ 56 પાઉચ આ શોપીસમાંથી નીકળ્યાં હતાં, જેમાં કુલ 500 ગ્રામ કોકેઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 5 કરોડ થાય છે, એમ ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું.આ પછી ડિલિવરી લેવા કોણ આવવાનું છે તેની ઓળખ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ મુજબ પાર્સલ જેને નામે હતું તેની નીચે એક મોબાઈલ નંબર લખેલો મળી આવ્યો હતો, જેની પર કોલ કરતાં એક છોકરીએ ઉપાડ્યો હતો. તેણે આવા પાર્સલ વિશે કોઈ જાણકારી નથી એમ સ્પષ્ટ કહી દીધું હતું આ પછી કેવાયસી દસ્તાવેજ (આધાર) પર ઉલ્લેખિત મોબાઈલ નં. પર સંપર્ક કરાતાં પાર્સલ લેવા આવનારે કોલ ઉપાડ્યો હતો.

તેણે પાર્સલ પોતાનું હોવાનું કબૂલ કરવા સાથે કસ્ટમ્સ ડ્યુટી કેટલી ચૂકવવી પડશે એમ પણ પૂછ્યું હતું.આ મુજબ છટકું ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો. તેની પૂછપરછમાં સપ્લાય ચેઈનમાં બીજી કડી મહિલા હોવાનું જણાયું હતું, જેને આ પાર્સલ પહોંચવાનું હતું, જે પછી તે આગળ મોકલવાની હતી. આ માહિતીને આધારે મહિલાની પણ ધરપકડ કરાઈ હતી. બંનેના મોબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આખી સપ્લાય ચેઈન તોડી નાખવા પ્રયાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us