પોઈસર ડેપોથી ઘાટકોપર ડેપો તરફ બેસ્ટની બંને બસો જઈ રહી હતી.
મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બૃહન્મુંબઈ ઈલેકટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બે બસ અને રિક્ષાની અથડામણ થતા મહિલા સહિત બે પ્રવાસીના મોત નિપજ્યા હતા.
બંને જણ રિક્ષામાં પ્રવાસ કરી રહ્યા હતા. આ મામલામાં બેસ્ટ બસના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના વરસાદને કારણે રસ્તો લપસણો બની જતા બની હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આરે ફલાયઓવર પાસે આ અકસ્માત થયો હતો. મુંબઈમાં એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ લપસણા બની ગયા છે.
વનરાઈ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બેસ્ટની બંને બસો પોઈસર ડેપોથી ઘાટકોપર ડેપો તરફ જઈ રહી હતી. ત્યારે આગળ જઈ રહેલી બસના ડ્રાઈવરે બ્રેક લગાવી હતી.
જેના લીધે પાછળની બસના ડ્રાઈવરે પણ બ્રેક લગાવી હતી. પરંતુ વરસાદને લીધે રસ્તો લપસણો હતો. આથી તે બસ લપસીને આગળની બસ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ઓટો રિક્ષા સાથે અથડામણ થઈ હતી.
ઓટો રિક્ષામાં પ્રવાસ કરતા જોની સાંખારામ (ઉં.વ.૪૨) અને સુજાતા પંચકી (ઉં.વ.૩૮) ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં રિક્ષા ડ્રાઈવરને પણ નજીવી ઈજા થઈ હતી.
પોલીસે પ્રાથમિક માહિતીના આધારે આગળની બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪-એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની વધુ તપાસ કરી રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ