અભિનેતા, લેખક, દિગ્દર્શક પ્રથમ ભટ્ટની હાજરીમાં આ વર્ષના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્દઘાટન પાર પડયું… સ્વાગત નૃત્ય, નાટક, બેતબાજી, ફેશન શો, રાસ અને ગીત સંગીતથી મહાવિદ્યાલયનો સભાગૃહ બન્યો મિની સંસ્કારધામ
પ્રો. સાગર ચોટલિયા
આપણે ઉત્તમ ગુજરાતી બોલીએ તો એ આપણુંગૌરવ છે, પરંતુ ઉત્તમ અંગ્રેજી બોલી શકતાં હોઈએ તો એ વાતની સાબિતી પણ આપે છે કે, આપણે કેટલાં ઉત્તમ ગુલામ પણ રહ્યાં હોઈશું. મુંબઈમાં પહેલીવાર કોઈ એવો કાર્યક્રમ જોયો જ્યાં સંપૂર્ણ વાતાવરણ ગુજરાતી અને ગુજરાતમય હોય”, આ શબ્દો લેખક, દિગ્દર્શક તથા રંગમંચ અને ચલચિત્ર અભિનેતા પ્રથમ ભટ્ટેક. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના ગુજરાતી સાહિત્ય મંડળના ઉદ્દઘાટન પ્રસંગે ઉચ્ચાર્યા હતા. વિદ્યાવિહાર સ્થિત સોમૈયા કૉલેજ એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું છેલ્લાં છ દાયકાથી વિદ્યાર્થીઓમાં પોષણ કરતી આવી છે. ૩૧મી જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ સોમૈયા સાહિત્ય ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે આ મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગ સંચાલિત ગુજરાતી સાહિત્ય મંડળના ઉદ્દઘાટન સમારોહ ‘ગુર્જરી સંસ્કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે યુવા અભિનેતા, લેખક તથા દિગ્દર્શક પ્રથમ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.






મહાવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ભૂમિકા વઢવાણા અને હિરલ આહિરે પ્રાર્થના તથા વિદ્યાર્થિની જ્યોતિ ભટ્ટે સંસ્કૃત ઉદ્દબોધન કર્યું હતું. તો ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. હિતેશ પંડયાએ પ્રાસંગિક વક્તવ્ય તથા મહાવિદ્યાલયના ઉપપ્રાચાર્ય ડૉ. સત્યવાન હાનેગાવે તથા કનિષ્ઠ મહાવિદ્યાલયના સુપરવાઈઝર શ્રીમતી સુનિલા મોહિકરે સ્વાગત સંબોધન કર્યું હતું.

ડૉ.પ્રીતિબેન દવેએ વિદ્યાર્થીઓ તથા અતિથિને સાહિત્ય મંડળની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપ્યા બાદ અતિથી તથા આમંત્રિત મહેમાનોનું વિદ્યાર્થિઓ દ્વારા નિર્મિત ગુંથણકલાના બનાવેલા બૂકે તથા પેન્સિલ સ્કેચની ફ્રેમથી સન્માન કરાયું હતું
પરંપરાનુસાર સોમૈયા પરિસરમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ અતિથિના હસ્તે કરાયું હતું જેમાં ધો. ૪માં કુ. રનક બેરા, ધો.૧૦માં કુ. તેજલ સોલંકી, ધો.૧૨માં કુ. પ્રિયાંશી ગોર તથા કુ. લબ્ધિ મેહતા અને તૃતીય વર્ષ કલા વિભાગમાં ગુજરાતીમાં પ્રથમ આવવા બદ્દલ કુ. પંક્તિ જોશીનું ચાંદીના સિક્કા તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.






મંડળનો કારભાર સંભાળવા માટે જ્યેષ્ઠ મહાવિદ્યાલયમાંથી હેની વોરા, હસ્તી રાવરિયા અને નુપૂર છેડાની તો કનિષ્ઠ મહાવિદ્યાલયમાંથી પ્રિતી વાવિયા, પાયલ બેરા અને પલ કારાણીની વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરાઈ હતી.
ગુર્જરી સંસ્કૃતિના રંગારંગ કાર્યક્રમમાં સંચાલક વિદ્યાર્થીઓએ ગુજરાત તથા ગુજરાતીઓની વિવિધતાઓની મંચ પર પ્રસ્તુતિ કરી હતી. સાથે જ વિશ્વંભરી સ્તુતિ પર વિદ્યાર્થિનીઓએ કરેલા સ્વાગત નૃત્યએ ખરેખર નવદુર્ગાઓને સભાગૃહમાં હાજર કર્યાની અનુભૂતિ કરાવી હતી. ત્યારબાદ ગુજરાતી કવિઓના શેરની બેતબાજી તથા જીવનમાં ધૈર્ય અને તેના કારણે સંબંધોમાં આવતી મીઠાશને સમજાવતું એક પારિવારિક નાટક ‘એક અનોખી શરત” રજૂ કરવામાં આવ્યું હતું.

રાધા-કૃષ્ણના ગીતોના મેશ-અપ પર આજની ઝેન-ઝી ગણાતી યુવાપેઢીએ અદ્દભૂત રાસ – રજૂ કર્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીઓએ મહાભારતથા વિષયને કેન્દ્રમાં રાખી મહાભારતના – પાત્રોનો વેશ ધારણ કરી આધુનિક ફેશન શૉ રજૂ કર્યો હતો. છેલ્લે વિદ્યાર્થીઓની સંગીતની ટીમે ગુજરાતી ગીત, ગરબાઓની રસલ્હાણ કરાવી સૌ પ્રેક્ષકોને ગરબાને તાલે રમાડ્યા હતાં અને અંતે કસુંબીના રંગના ગાયન વખતે ફ્લેશલાઈટના માધ્યમે આપણા દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી. આ તમામ પ્રસ્તુતિઓ થકી જીવનમાં ભક્તિ, કલાની સાધના, જીવનમાં આવતી કપરી પરિસ્થિતિઓમાં ધૈર્યની કામ લેવાની કુશળતા, એકાગ્રતા, ગુજરાતીઓની અનોખી વિચારશૈલી અને પ્રસિદ્ધતા, મહાભારતના મૂલ્યો તથા લોકગીતોના ભવ્ય વારસાનું આજની યુવા પેઢીમાં એક જ્ઞાનપુષ્પ અર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુંબઈ ગુજરાતી સંગઠનના સંસ્થાપક તથા ગુજરાતી ભાષાના ભેખધારી – શ્રી ભાવેશ મહેતા, મુલુન્ડ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી રાકેશ જોશી, ઘાટકોપર સિનીયર સિટીઝન મંડળના સભ્યો, મહાવિદ્યાલયના ઉપપ્રાચાર્ય, શિક્ષકો તથા શિક્ષકેત્તર કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં સભાગૃહની ક્ષમતાથી વધુ પ્રેક્ષકોની હાજરીએ હજીય ગુજરાતી ભાષાનું આપણી અંદર કોઈક પિયુષબિંદુ વહી રહ્યું છે, તેની ખાતરી અપાવી હતી.

મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સંપૂર્ણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ સહયોગ આપતાં હોય છે. સોમૈયા મહાવિદ્યાલય – પરિવારના તમામ સભ્યો, સોમૈયા સાહિત્ય ગુર્જરી, મેનેજમેન્ટના સભ્યો તથા પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સૌ સહભાગીઓ તથા સહાયકોનો – આભાર પ્રા સાગર ચોટલિયાએ માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડૉ. હિતેશ પંડ્યા ] તથા ડૉ.પ્રીતિ દવે અને પ્રાચાર્ય કિશન પવારનો મોટો ફાળો રહ્યો હતો. અંતે સૌ પ્રીતિભોજન લઈ છૂટ્ટા પડયાં હતાં.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
