મુલુન્ડ (વેસ્ટ) સ્થિત એલબીએસ (LBS) માર્ગ પર રવિવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. થાણે તરફ જઈ રહેલી મુંબઈની લાઈફલાઈન ગણાતી ‘બેસ્ટ’ (BEST) ની બસ અને એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ બેસ્ટ બસના એન્જિન/ડ્રાઈવર કમ્પાર્ટમેન્ટમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, જેમાં બસનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.
રેલીવુલ્ફ કંપની અને મેટ્રો સાઈટ નજીક બની ઘટના મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સવારે આશરે ૫:૩૦ વાગ્યે એલબીએસ માર્ગ પર મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટની નીચે, રેલીવુલ્ફ (Ralliwolf) કંપની નજીક બની હતી. બેસ્ટ બસ થાણે તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ખાનગી ટ્રાવેલ બસ સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બેસ્ટ બસના આગળના ભાગમાં શોર્ટ સબકિટ કે ઈમ્પેક્ટના કારણે આગ લાગી ગઈ હતી.

ચાલક ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ આ દુર્ઘટનામાં બેસ્ટ બસના ડ્રાઈવર સંદીપ કરાંડે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કન્ડક્ટરની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી બસમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ બસના કન્ડક્ટરે અદ્ભુત સમયસૂચકતા દાખવી હતી. તેણે બસમાં રાખેલા ફાયર એક્સટિંગ્વિશર (આગામક બોટલ) નો તાત્કાલિક ઉપયોગ કરીને આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટના બાદ ક્ષતિગ્રસ્ત બેસ્ટ બસને ટો કરીને સુરક્ષિત રીતે મુલુન્ડ બસ ડેપો ખાતે લઈ જવામાં આવી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

