રસ્તા બચાવો કૃતિ સમિતિ-મુલુંડ”ના કન્વીનર શરદરામ સેજપાલે મુલુંડના ભક્તિ માર્ગ પર નવેસરથી બની રહેલી ફૂટપાથની ઊંચાઈ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. નિયમ મુજબ ફૂટપાથની ઊંચાઈ ૭ થી ૯ ઈંચ હોવી જોઈએ, તેના બદલે અહીં ૧૭ ઈંચ (લગભગ દોઢ ફૂટ) કરી દેવાઈ છે.

નાગરિકોને પરેશાની આટલી ઊંચી ફૂટપાથને કારણે વરિષ્ઠ નાગરિકો અને ઘૂંટણની તકલીફવાળા લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. પરિણામે તેઓ રસ્તા પર ચાલવા મજબૂર બનશે, જેથી અકસ્માતનો ભય વધી જશે.
બિસ્માર રસ્તાઓ મુલુંડ-પશ્ચિમના મુખ્ય રસ્તાઓ (જેવા કે એમ.જી. રોડ, એન.એસ. રોડ, એલ.બી.એસ. રોડ વગેરે) અત્યંત ખરાબ અને ઊબડખાબડ હાલતમાં છે. ચોમાસું નજીક હોવાથી વહેલી તકે તેના સમારકામની માગ કરાઈ છે. આ ઉપરાંત, સ્પીડબ્રેકર અને ઝેબ્રા ક્રોસિંગ પર પટ્ટા ન હોવા તેમજ ટ્રી-ગાર્ડના ખોટા માપ સાઈઝ સામે પણ નારાજગી વ્યક્ત કરાઈ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
