શ્રી કે.વી.ઓ. સેવા સમાજ નિર્મિત અને “કચ્છી લોહાણા સેતુ” (પેઢીઓ વચ્ચેનો સેતુ) ના ઉપક્રમે સોમવાર, ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ કાલિદાસ નાટ્યગૃહ, મુલુંડ (વેસ્ટ) ખાતે ગુજરાતી નાટક ‘ખાલીપો – અંત નહીં આરંભ’ ના એક ખાસ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૮:૪૫ કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાટકપ્રેમીઓ અને જ્ઞાતિજનો હાજર રહ્યા હતા.






દિગ્દર્શક: વિજય ગાલા (વડાલા) અને રિષભ છેડા (રતાડીયા ગણેશ) અને બેનર / પ્રોડક્શન: VR પ્રોડક્શન્સ હેઠળ આ નાટકને મુલુંડવાસીઓએ ખૂબ માણ્યો. આ કાર્યક્રમના સફળ આયોજનમાં મુખ્ય દાતાઓ તરીકે પ્રેમ ગ્રુપ , Pan Aromas, દલાલ ઠા. મુલજી પ્રેમજી,PREM GROUP, SNGT Logistics Pvt Ltd, અને ખુશી રીયલ એસ્ટેટ નેટવર્કનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

આ કાર્યક્રમ શ્રી ગાયત્રી ઉપાસક સમિતિ મુલુંડ તેમજ શ્રી કચ્છી લોહાણા મહાજન (મુલુંડ), જલારામ સંતસંગ મંડળ, M.E.V.A., નીલકંઠ પ્રતિષ્ઠાન તેમજ સ્નેહબંધુ જેવી સહયોગી સંસ્થાઓએ પણ આ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો.





કાલિદાસ નાટ્યગૃહમાં યોજાયેલા આ શોને પ્રેક્ષકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને કલાકારોના અભિનય તેમજ નાટકના ભાવનાત્મક વિષયવસ્તુની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.






https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
