સંજય રાઉતના અપશબ્દોને કારણે જ પક્ષ બરબાદ થઈ રહ્યો છે, એમ રાવસાહેબ દાનવેએ જણાવ્યું હતું. ઠાકરે જૂથના છ સાંસદો અલગ થયા તેમાં ભાજપનો કોઈ હસ્તક્ષેપ નથી. આંતરિક વિવાદોને કારણે સાંસદો પાર્ટી છોડી રહ્યા છે અને તેના માટે ભાજપને જવાબદાર ઠેરવવાનું અયોગ્ય છે.આ તેમની નબળાઈ છે.
જો રાઉતની ભાષા વધુ સંયમિત અને સભ્ય હોત તો આજે ઉદ્ધવ ઠાકરે પર આ સમય ન આવ્યો હોત. સતત અપશબ્દો અને આક્રમક નિવેદનોથી પાર્ટીમાં અસંતોષ વધ્યો છે.

દરમિયાન શિવસેના (યુબીટી) સંસદીય પક્ષની બેઠક દિલ્હીમાં થઈ હતી. ફક્ત ત્રણ લોકસભા સાંસદો અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાઝે તેમાં હાજર રહ્યા હતા. પાર્ટીએ ગુરુવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે વ્હિપ જારી કર્યો હતો.બેઠક પહેલાં એક પત્રકાર પરિષદમાં યુબીટી રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમારા સાંસદોનું અપહરણ કરવામાં આવ્યું છે.
જે લોકો બેઠકમાં આવે છે તેઓ અમારી સાથે છે, જે નથી આવતા તેઓ દેશદ્રોહી છે. દરમિયાન શિવસેના વિધાન પરિષદના સભ્ય ચંદ્રકાંત રઘુવંશીએ ગુરુવારે દાવો કર્યો હતો કે યુબીટીના છ સાંસદો શિવસેનામાં જોડાયા છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન ટાઇગર’ સફળતાથી પૂર્ણ થઈ ગયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
