જો તમે પણ બ્લડ ડોનેટ કરવાનું મહાન કામ કરતાં હોય તો આ જાણકારી તમારા માટે કામની છે. મોટાભાગના લોકો એ વાત નથી જાણતાં કે બ્લડ ડોનેટ કર્યા પછી શું ખાવું જેથી રિકવરી ઝડપથી થાય. આજે તમને આ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ.
રક્તદાન સૌથી ઉત્તમ દાન છે. લોકો પોતાના જન્મદિવસ અને અન્ય ખાસ દિવસ હોય ત્યારે બ્લડ ડોનેટ કરતા હોય છે. બ્લડ ડોનેટ કરવું ખૂબ જ સારી બાબત છે પરંતુ બ્લડ ડોનેટ કર્યા પછી શરીરની રિકવરી પર પણ ધ્યાન આપવું જોઈએ. આજે તમને જણાવીએ બ્લડ ડોનેટ કર્યા પછી રિકવરી સારી થાય તે માટે કઈ વસ્તુ આહારમાં સામેલ કરવી જોઈએ.
ઘણા લોકો એવા હોય છે જે સ્વસ્થ હોય તેમ છતાં બ્લડ ડોનેટ કરે પછી તેમને ચક્કર આવવા લાગે છે, નબળાઈનો અનુભવ થાય છે. તેવામાં જરૂરી છે કે તમે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે આયરનથી ભરપૂર હોય. આયરનથી ભરપુર વસ્તુઓ ખાવાથી બ્લડ ડોનેટ કર્યા પછી કોઈપણ પ્રકારની તકલીફ નહીં થાય અને રિકવરી પણ ઝડપથી થશે.

બ્લડ ડોનેટ કર્યા પછી શું ખાવું ?
બ્લડ ડોનેટ કર્યા પછી શરીરમાં આયરન થોડું ઓછું થઈ જાય છે આ ખામીને પૂરી કરવા માટે એવી વસ્તુઓનો સમાવેશ આહારમાં કરવો જોઈએ, જેમાં આયરનનું પ્રમાણ વધારે હોય. કારણ કે આપણા શરીરમાં આયરન હિમોગ્લોબિન બનાવવાનું કામ કરે છે. જો તમે પણ સમયાંતરે બ્લડ ડોનેટ કરો છો તો હવેથી જ્યારે પણ બ્લડ ડોનેટ કરો ત્યાર પછી સારી રિકવરી માટે આહારમાં આ ફૂડનો સમાવેશ કરજો.
શરીરમાં આયરન વધારતા ફૂડ
ગોળ અને ચણા
બ્લડ ડોનેટ કર્યા પછી આહારમાં ગોળ અને ચણાનો સમાવેશ કરવો જોઈએ. ગોળ અને ચણા પૌષ્ટિક અને પારંપરિક આહાર છે. બંને વસ્તુમાં આયરન સારી માત્રામાં હોય છે જે રક્તદાન પછી શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે.
દાળ અને કઠોળ
સમયે સમયે બ્લડ ડોનેટ કરતા લોકોએ આહારમાં રાજમા, લોબિયા, મસૂરની દાળ, ચણાની દાળ જેવી દાળ અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ તેનાથી શરીરમાં નવી રક્ત કોષિકાઓના નિર્માણમાં મદદ મળે છે.

ખજૂર અને કિસમિસ
બ્લડ ડોનેટ કર્યા પછી કિસમિસ, ખજૂર, અંજીર જેવા સુકામેવા પણ ખાવા જોઈએ. આવી વસ્તુમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. આ સુકામેવા ખાવાથી શરીરને ઊર્જા મળે છે.
દાડમ
રક્તદાન કર્યા પછી ડાયટમાં દાડમનો સમાવેશ પણ કરો. દાડમ શરીરમાં આયરન, વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ વધારે છે.
રક્તદાન કર્યા પછી કઈ વાતોનું ધ્યાન રાખવું ?
આહાર સિવાય રક્તદાન કર્યા પછી અમુક બાબતોમાં ખાસ ધ્યાન આપવું. જેમકે રક્તદાન કર્યા પછી વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય નાળિયેર પાણી, ફ્રેશ ફળના જ્યુસ પણ પીવા. લીંબુ પાણી અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર વસ્તુઓ પીવાથી પણ ફાયદો થશે. રક્તદાન કર્યું હોય પછી તુરંત હેવી વર્કઆઉટ કરવાનું ટાળો. 24 કલાક સુધી શક્ય હોય ત્યાં સુધી આરામ કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
