
મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં ૨૧ મે થી એક ભક્તિમય અને આધ્યાત્મિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે પિતૃઓના મોક્ષાર્થે અહીં ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાઈ રહ્યો છે. આ ધાર્મિક મહોત્સવનું આયોજન ગં.સ્વ. રેખાબેન હરીશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપા અને પરિવારજનોના સહકારથી સ્વ. હરીશભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ, સ્વ. ડાહ્યાભાઈ હીરાલાલ ચૌહાણ, સ્વ. લીલાબેન ડાહ્યાભાઈ ચૌહાણ તેમજ સર્વ પિતૃઓના કલ્યાણ અર્થે આ કથાનું વિશેષ આયોજન મુલુંડ સ્ટેશનની નજીક આવેલા ઝવેર રોડ સ્થિત સારસ્વત વાડી ખાતે રાખવામાં આવ્યું છે.
આ જ્ઞાનયજ્ઞમાં કથાકાર તરીકે પ.પૂ. શ્રી અતુલ જગદીશ જોશી (અતુલ મહારાજ) પોતાનેા મુખેથી સંગીતમય શૈલીમાં ભગવદ ભક્તિની અમૃતવાણી રેલાવી રહ્યા છે. કથાનો પ્રારંભ ગુરુવાર, તા. ૨૧ મે ૨૦૨૬ના રોજ થઈ ગયો છે અને કથા વિરામ બુધવાર, તા. ૨૭ મેના રોજ થશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજના ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ ગુરુવાર, તા.૨૮ મેના રોજ સવારે ૯થી બપોરે ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન પૂર્ણાહુતિ હવનનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું છે. આયોજક પરિવાર દ્વારા આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા અને કથા શ્રવણનો લાભ લેવા માટે તમામ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
