પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની આશંકા વચ્ચે અમૂલ કંપની દ્વારા દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમૂલે તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.
મોંઘવારીથી ત્રસ્ત જનતાને મોટો ઝટકો લાગ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજે રાતથી લાગૂ થઈ જશે. એક તરફ ઈંધણના સંકટ વચ્ચે હવે અમુલ દ્વારા તમામ પ્રકારના દૂધમાં પણ ભાવ વધારી દેવામાં આવ્યો છે. તેવામાં અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અને અમૂલ તાઝાના ભાવમાં વધારો થઈ ગયો છે.


કેટલો થયો વધારો
અમૂલ દ્વારા તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડનો ભાવ 70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે અમુલ શક્તિનો એક લીટરનો નવો ભાવ 64 રૂપિયા થઈ ગયો છે. જ્યારે અમુલ તાજાનો એક લીટરનો ભાવ 58 રૂપિયા થઈ ગયો છે.
દૂધના જૂના અને નવા ભાવ
| દૂધનો પ્રકાર | પેકિંગ | જૂનો ભાવ | નવો ભાવ |
| શક્તિ | 500 ML | ₹31 | ₹32 |
| બફેલો | 500 ML | ₹37 | ₹39 |
| ગોલ્ડ | 500 ML | ₹34 | ₹35 |
| ગોલ્ડ | 1 લીટર | ₹68 | ₹70 |
| સ્લીમ & ટ્રિમ | 500 ML | ₹25 | ₹26 |
| ટી સ્પેશિયલ | 1 લીટર | ₹63 | ₹66 |
| તાજા | 500 ML | ₹28 | ₹29 |
| તાજા | 1 લીટર | ₹55 | ₹57 |
| ગાય | 500 ML | ₹29 | ₹30 |
કંપનીએ જણાવ્યું ભાવ વધારાનું કારણ
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેમના દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો મુખ્ય વેરિએન્ટ/પેકમાં તારીખ ૧૪ મે ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં મૂક્યું છે. આ ભાવ વધારો મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૨.૫-૩.૫% નો વધારો સૂચિત કરે છે જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. નોંધનીય છે કે અમૂલ દૂધના ભાવમાં મે-૨૦૨૫ બાદ કોઈ વધારો કરવામાં આવેલ નથી.

આ ભાવ વધારો અમારા ૩૬ લાખ દૂધ ઉત્પાદકોના દૂધના ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવી રહ્યો છે. દૂધ ઉત્પાદનનાં ખર્ચમાં વર્ષ દરમિયાન પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણ નોંધપાત્ર વધારો થયો છે. અમારા બધા સભ્ય સંઘોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના ભાવમાં રૂ. ૩૦ પ્રતિ કિલો ફેટનો એટલે કે ૩.૭% નો વધારો કર્યો છે. અમૂલે જણાવ્યું કે ભાવ વધારાનો મોટો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
