મુંબઈના સૌથી પ્રસિદ્ધ અને વ્યસ્ત ગણેશ પંડાલ ‘લાલબાગચા રાજા’ ખાતે રવિવારે એક ઈલેક્ટ્રિકલ ફીડર પિલરમાં અચાનક નાનો શોર્ટ સરકિટ થતાં શ્રદ્ધાળુઓમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના કારણે પંડાલમાં ભક્તોની ભારે ભીડ જામી હતી તે સમયે જ આ ઘટના બની હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં પંડાલના છત અને ઝાકઝમાળ વાળા શણગાર નજીકથી તણખા ઝરતા અને ક્ષણિક આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. ઘટના બનતાની સાથે જ સ્થળ પર તૈનાત પોલીસ અને સુરક્ષાકર્મીઓએ ત્વરિત મોરચો સંભાળી લીધો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના એક અધિકારીએ પીટીઆઈ (PTI) ન્યૂઝ એજન્સીને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાને તાત્કાલિક ધોરણે નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.
ફીડર પિલર શું છે? જે જગ્યાએ આ ઘટના બની તે ‘ફીડર પિલર’ એ બહારના ભાગમાં સ્થાપિત કરવામાં આવતું એક ઈલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન કેબિનેટ (વીજ પુરવઠો વહેંચતું બોક્સ) છે. જેમાં સર્કિટ બ્રેકર, ફ્યુઝ અને સ્વિચ જેવા મુખ્ય વીજ ઉપકરણો હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પંડાલના એન્ટ્રી ગેટ પાસે પીવાના પાણી અને ઠંડા પીણા માટે એક અસ્થાયી (ટેમ્પરરી) સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટ થવાના કારણે આ સ્ટોલમાં અચાનક વીજ પ્રવાહ (કરંટ) ઉતરી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તુરંત જ પહોંચીને પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
હોસ્પિટલમાં બે ને મૃત જાહેર કરાયા
વીજ કરંટનો ઝાટકો લાગતાં કુલ ૬ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૮ વર્ષની બાળકી રાઘિની ઘનશ્યામ યાદવને ભાયખલાની મસીના હોસ્પિટલમાં અને ૩૩ વર્ષીય સુજાતા નામની મહિલાને પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. અન્ય ૪ ઈજાગ્રસ્તોમાંથી એક ૧૨ વર્ષની બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી તેને આઈસીયુ (ICU) માં રાખવામાં આવી છે, જ્યારે ૩ અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે.
જોગેશ્વરીમાં વિસર્જન તળાવ પાસે ૧૯ વર્ષીય યુવકનું મોત
આ સિવાય રવિવારે જ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં અન્ય એક ઘટનામાં, ગણેશ મૂર્તિ વિસર્જન માટે બનાવવામાં આવેલા બંધ કૃત્રિમ તળાવ (Artificial Pond) માં પ્રવેશતી વખતે વીજ કરંટ લાગવાથી એક ૧૯ વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

