મુલુંડ કોલોનીમાં રહેતી તેમજ રાજીવ ગાંધી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી નિલમ રાજેશ પાંડે (૪૯)એ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનું ખાતું યુનિયન બેન્કમાં છે . અને તેમને ૧૫-૪-૨૬ના બપોરના બે વાગ્યે મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ આવ્યો કે તેમના બેન્ક ખાતામાંથી કોઈએ ચેક મારત રૂા.૬૦ હજારની ૨કમ વિથડ્રો કરી છે.
આ મેસેજ વાંચતા નિલમ પાંડે તુરંત એન.એસ. રોડ પરની યુનિયન બેન્કમાં પહોંચી ગયા અને તપાસ કરતાં બેન્ક મેનેજરએ કહ્યું કે તેમની સહી સાથેની ચેકબુક મેળવવા કોઈ શખ્સ લેખિત અરજી આપી ગયો અને સહી મેચ કરીને તેને ચેકબુક આપવામાં આવી હતી. ત્યારબાદ એ શખ્સએ થોડીવાર પછી રૂા.૬૦,૦૦૦ની રકમનો ચેક કાઉન્ટર ૫૨ આપ્યો હતો અને આ ચેકની રોકડ રકમ પ્રાપ્ત કરવા ખોટી માહિતી આપી હતી.

બેન્ક મેનેજરએ આ મહિલાની ફરિયાદ બાદ બેન્કમાંના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શર્ટ-પેન્ટ પહેરેલા તેમજ કેપ લગાડેલો શખ્સ વિથડ્રોઅલ કાઉન્ટર પર જણાયો હતો. આ શિક્ષિકાની જનગણના સંદર્ભ ડ્યુટી આપવામાં આવી છે. આ શિક્ષિકાએ તેમની સાથે રૂા.૬૦,૦૦૦નો ફ્રોડ થયો હોવાની મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
