ગરમીમાં સમજી-વિચારીને ભોજન કરવું જોઈએ. કેટલીક વસ્તુનું સાથે સેવન કરવાથી તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે. જાણો ક્યા ફળ અને શાકભાજી સાથે ન ખાવા જોઈએ. ગરમીમાં ખતરનાક ફૂડ કોમ્બિનેશન ક્યા છે.
ગરમીની સિઝનમાં શરીરમાં ઘણા પ્રકારની પરેશાની શરૂ થઈ જાય છે. આ સિઝન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પડકારજનક હોય છે. વાતાવરણમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે અને પાચનતંત્ર થોડું નબળું પડી જાય છે. તેવામાં જો ખાવા-પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે. ડોક્ટર ચંચલ શર્માએ એવા ફૂડ કોમ્બિનેશન વિશે જણાવ્યું જેને ખાવાનું ઉનાળામાં ટાળવું જોઈએ.

બિરયાની બાદ તરબૂચનું સેવન
બિરયાની બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે સ્વાભાવિક રૂપથી વધુ ઓયલી હોય છે. તેમાં ઘણા મસાલાનો પણ ઉપયોગ થાય છે, જે તમારા શરીરમાં ગરમી પેદા કરી શકે છે. બિરયાનીમાં ગરમ મસાલો, લવિંગ, એલચી, કાળા મરી જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે, જેની તાસીર ગરમ હોય છે. તો તરબૂચ એક એવું ફળ છે, જે સ્વાભાવિક રૂપથી પાણીથી ભરપૂર હોય છે અને તેને સરળતાથી બચાવી શકાય છે. આયુર્વેદમાં વિપરીત પ્રકૃતિના ભોજનનું સેવન કરવાનું વર્જિત છે, તેનાથી પાચન શક્તિ પર નકારાત્મક અસર પડે છે. જો તમે બંનેનું સાથે સેવન કરો છો તો પેટની કેટલીક સમસ્યા થઈ શકે છે.
કેમ યોગ્ય ફૂડ કોમ્બિનેશન જરૂરી
ગરમીમાં પાચન શક્તિ અપેક્ષાકૃત નબળી પડી જાય છે અને જ્યારે તમે તેના પર વધુ દબાવ નાખો તો તેનાથી વિપરીત અસર શરીરમાં જોવા મળે છે. ખોટા ફૂડ કોમ્બિનેશનથી તમારા શરીરમાં ઝેરી પદાર્થની માત્રા વધી શકે છે. આ કારણે તમને ઘણી સમસ્યા થઈ શકે છે, જેમ કે સ્કિન સંબંધિત રોગ, પેટની સમસ્યા, અપચો, ઉલટી કે ડાયરિયા વગેરે.

કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ
– ગરમીમાં હળવું ભોજન કરો જે સરળતાથી પચી શકે. વાસી ભોજન કરવાનું ટાળો.
– તમારા આહારમાં વધુમાં વધુ પાણી અને ફ્રેશ ફ્રુટ્સને સામેલ કરો.
– દરેક આહાર વચ્ચે સમયગાળો રાખો.
– ભોજન કરી તત્કાલ પાણી ન પીવો.
– એક સાથે વધુ ભોજન ન લો.
– ફૂડ કોમ્બિનેશન બનાવતા પહેલા તેના વિશે સાચી જાણકારી પ્રાપ્ત કરો.
.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
