મુંબઈ ફરી ભઠ્ઠીની જેમ તપશે. રાજ્યના અમુક જિલ્લાઓને યલો એલર્ટનો ઈશારો અપાયો છે. મહામુંબઈ ક્ષેત્રમાં પારો ફરીથી ચઢવાનો અંદાજ છે. બુધવાર, 6 મેથી મુંબઈ, થાણે સાથે રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ ઉકળાટ અને ભેજયુકત વાતાવરણ માટે યલો એલર્ટ અપાયું છે. મુંબઈમાં મહત્તમ તાપમાન 6થી 8 મે દરમિયાન 36 ડિગ્રી અથવા તેથી વધુ જવાનો અંદાજ છે. જોકે હવે વાતાવરણમાં ભેજ વધ્યો છે.
આ ભેજને કારણે તાપમાન 36 ડિગ્રીથી વધુ હોય તેવું મહેસૂસ થવાની શક્યતા છે. હાલમાં પવનની દિશા પશ્ચિમ તરફથી હોઈ તે પછી નીચેના સ્તરે ઉત્તર અને ઈશાન પટ્ટામાંથી પવન વહેશે. આ પવન ગરમ છે. આ જ રીતે મહારાષ્ટ્ર પર પ્રત્યાવર્તી ચક્રીય વાતસ્થિતિ પણ નિર્માણ થશે. આથી ગરમ પવન નીચેના સ્તરે ફસાઈને તાપમાનમાં વધારો મહેસૂસ થશે એવી માહિતી પ્રાદેશિક હવામાન વિભાગનાં અધિકારી સુષ્મા નાયરે આપી. આ સ્થિતિ બેથી ત્રણ દિવસ મહામુંબઈ વિસ્તારમાં જણાઈ શકે છે એવો હાલમાં અંદાજ છે.

મુંબઈમાં મંગળવારે સાંતાક્રુઝ ખાતે 34.2, જ્યારે કોલાબા ખાતે 34.8 ડિ.સે. મહત્તમ તાપમાનની નોંધ થઈ હતી. કોલાબા ખાતે સરેરાશ કરતાં 1.2 અંશે મહત્તમ તાપમાન વધુ હતું, જ્યારે ભેજ વધવાથી મહત્તમ તાપમાન પણ હવે વધુ નોંધ થઈ રહ્યું છે. કોલાબા ખાતે 27.5 અને સાંતાક્રુઝ ખાતે 28 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની નોંધ થઈ. કોલાબા ખાતે મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 1.1 ડિગ્રી અને સાંતાક્રુઝમાં 2.4 ડિગ્રી વધુ છે. વાતાવરણમાં ભેજ વધવાથી ઉકળાટનો અહેસાસ સવારે અને બપોરે તીવ્ર થાય છે.
શહેરોને બચાવવા નિષ્ણાતોનો મત: દરમિયાન ટાટા ટ્રસ્ટ્સના શહેરી ગરીબી નાબૂદી વિભાગના પ્રમુખ શિખા શ્રીવાસ્તવે જણાવ્યું કે તીવ્ર ગરમીથી રાજ્યનાં શહેરોને બચાવવા માટે ગરમી, પાણી અને કચરાની સમસ્યાને એકત્રિત રીતે નાથવાનું જરૂરી છે. ખાસ કરીને ખુલ્લી જમીનોની ભરણીમાં કચરો બાળવો નહીં જોઈએ, જેનું ઉત્સર્જન વધુ ગરમીને સપડાવે છે, જે આપણા સમુદાયો જેની પર આધાર રાખે છે તે તંગ પાણીના સ્રોતોને પણ પ્રદૂષિત કરે છે. આથી જ હીટ હોટસ્પોટ અને પાણીના સ્રોતોને સાગમટે મેપિંગ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. આ એકત્રિત અભિગમ રાજ્યમાં વધુ સ્થિતિસ્થાપક નિર્માણ કરવા માટે બ્લુપ્રિંટ પૂરી પાડવા એકત્રિત અભિગમ પૂરો પાડે છે.

હવાની ગુણવત્તામાં સુધારો થયો ગરમ સ્થિતિ છતાં મુંબઈની હવાની ગુણવત્તા સ્થિર અને સ્વીકાર્ય મર્યાદામાં રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સમીર એપ પર એકંદર એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 55 નોંધાયું છે, જે સંતોષકારક શ્રેણી હેઠળ આવે છે. મુંબઈમાં ખાસ કરીને બીકેસીમાં 66 એક્યુઆઈ નોંધાયો છે. આ જ રીતે બોરીવલી પૂર્વમાં 74, ભાયખલામાં 51, અંધેરી પૂર્વમાં 73, કોલાબામાં 54, ઘાટકોપરમાં 57, સાયનમાં 62 અને વરલીમાં 32 એક્યુઆઈ નોંધાયો છે. મુંબઈ મહાનગર પ્રદેશમાં સર્વ મોનિટરિંગ મથકો સંતોષકારક શ્રેણીમાં આવે છે, જે કોઈ મોટી પ્રદૂષણની ચિંતા નથી એવો સંકેત આપે છે. રાજ્યના મોટા ભાગના હિસ્સામાં હવામાનની સ્થિતિ સૂકી રહેશે.
વિદર્ભ મરાઠવાડાનું હવામાન અલીબાગમાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો સરેરાશથી 4.7 ડિગ્રી વધુ નોંધવામાં આવ્યો છે. અલીબાગમાં મહત્તમ તાપમાન 37.5 ડિ.સે. નોંધવામાં આવ્યું છે, જ્યારે દહાણુ ખાતે 36.4 ડિ.સે. મહત્તમ તાપમાનની નોંધ છે. વિદર્ભમાં તેમ જ મરાઠવાડામાં પણ પારો ચઢ્યો છે. જોકે શુક્રવાર પછી તાપમાન ઓર વધ્યું છે. ઉત્તર અને ઈશાન પટ્ટામાંથી આવેલા પવનની અસર પછી વિદર્ભ પર પણ થવાની શક્યતા છે. શુક્રવાર સુધી કોંકણ વિભાગ બાદ કરતાં બાકી મહારાષ્ટ્રમાં અમુક ઠેકાણે મેઘગર્જના સાથે વરસાદની શક્યતા પણ છે. આ પછી વિદર્ભ પટ્ટામાં હીટવેવ આવી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
