ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર ગુરુવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોવંડીના બૈંગણવાડી સિગ્નલ નજીક બનેલી આ ઘટનામાં અંદાજે 10 થી 12 ફોર વ્હીલર વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.
આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ના જણાવ્યા મુજબ, સવારે અંદાજે 11:45 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. તરત જ ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

કટોકટી ટીમોએ ઝડપી કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.ફાયર ફાઇટરોના પ્રયત્નોથી બપોરે 12:22 વાગ્યા સુધીમાં આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું.
ત્યારબાદ કુલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બપોરે 1:35 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાના અહેવાલ મળ્યા નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
