માઈગ્રેનનો દુખાવો સામાન્ય નથી હોતો. માઈગ્રેનના કારણે દુખાવો થઈ રહ્યો હોય અને તેનાથી ઝડપથી રાહત મેળવવી હોય તો આ વાતોનું ધ્યાન રાખવું. ખાસ તો કેટલાક કામ છે જેને કરવાનું ટાળવું જોઈએ. આ કામ કરવાથી દુખાવો વધી શકે છે.
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવામાં જમીન અસમાનનું અંતર હોય છે. જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેમને અડધા માથામાં તીવ્ર દુખાવો થાય છે. ઘણી વખત આ દુખાવો આંખની ઉપર અને કાનના પાછળના ભાગમાં થતો હોય છે. આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે પ્રકાશ અને અવાજ સહન ન કરી શકાય. માઈગ્રેનનો દુખાવો અમુક કલાકો થી લઈને દિવસો સુધી ચાલી શકે છે. તેથી જ જે લોકોને માઈગ્રેન હોય તેવો માથાના દુખાવાથી ઝડપથી રાહત મળે તેવા ઉપાય શોધતા હોય છે.

માઈગ્રેન એવી ન્યુરોલોજિકલ સમસ્યા છે જેમાં ફક્ત માથાનો દુખાવો થાય છે તેવું નથી જેમ જેમ માથાનો દુખાવો વધે તેમ વ્યક્તિને ઉલટી થવી, પ્રકાશથી તકલીફ થવા લાગે અને અવાજ પણ ન સહન કરી શકવા જેવી સમસ્યા થઈ જાય છે. ઘણી વખત દર્દીને માથામાં ઝણઝણાટીનો અનુભવ થાય છે અને ધૂંધળું દેખાવા લાગે છે. જે લોકોને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ હોય તેમણે કેટલીક ભૂલ કરવાનું ટાળવું જોઈએ. આ ભૂલ એવી છે જે માઈગ્રેનના દુખાવાને વધારી શકે છે.. તો ચાલો તમને જણાવીએ માઈગ્રેન હોય તે વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું
માઈગ્રેન હોય તેણે કઈ વાતોનું ધ્યાન રાખવું ?
જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેણે સ્ટ્રેસ ઓછો લેવો અને ઊંઘ નિયમિત પૂરી કરવી. આ સિવાય હેલ્દી આહાર લેવો. અને નીચે દર્શાવ્યા અનુસારની ભૂલ કરવાનું ટાળવું. આ ભૂલ એવી છે જેને કરવાથી માઈગ્રેનનો દુખાવો ટ્રિગર થઈ જાય છે. જો વ્યક્તિ આ આદતોને સુધારી લે તો માઈગ્રેનની તકલીફમાં ઘટાડો થઈ શકે છે.
ઉજાગરા બંધ કરો
જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય તેમણે ઉજાગરા કરવાનું ટાળવું જોઈએ. જો સવારે વહેલું જાગી જવું ફરજિયાત હોય તો રાત્રે વહેલા સૂઈ જવાનું નિયમ બનાવી લો.. રોજ સાતથી આઠ કલાકની ઊંઘ થાય તે વાતનું ધ્યાન રાખો.
સ્ક્રીન ટાઈમ ઓછો કરો
જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેમણે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ. કલાકો સુધી સ્ક્રીન સામે રાખવાથી પણ માઈગ્રેન નો દુખાવો ટ્રિગર થઈ જાય છે.

ઘોંઘાટથી દૂર રહો
જો તમને માઈગ્રેન છે તો તમારે એવી જગ્યાએ રહેવાનું ટાળવું જોઈએ જ્યાં અતિશય અવાજ હોય. ઘોંઘાટ અને તીવ્ર અવાજોથી માઇગ્રેન વધે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
