બસમાં મુસાફરી કરી રહેલા મુલુંડવાસીના 86 હજાર ચોરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાઈના ઈલાજ માટે જમા કરેલા રૂા.૮૬,૨૦૦ કપડાની બેગમાં રાખીને બસમાં બેંકમાં ભરવા જઈ રહેલા મુલુન્ડકરની થેલી કાપીને અજાણ્યો ચોરટો રકમ લઈને છૂમંતર થઈ ગયો હતો.

ઘટનાની વિગત મુજબ મુલુન્ડ (વે)માં વિલાસ નિવાસ બિલ્ડીંગમાં રહેતા સરોજ પ્રધાને ગામમાં રહેતા ભાઈની બીમારીના ઈલાજ માટે રૂા.૮૬૨૦૦ જમા કર્યા હતા અને તે વીણાનગર સ્થિત એક બેંકમાં જમા કરાવવા તેમની મુલુન્ડમાં નિર્મલ ગેલેક્સીમાં આવેલી ઓફિસથી ૧૨ ફેબ્રુઆરીના સાંજે છ વાગ્યે નીકળ્યા હતા. સરોજે વીણાનગર જવા માટે ૪૯૬ નંબરની બસ પકડી હતી અને રૂપિયા કપડાની થેલીમાં રાખીને થેલી ખભે લટકાવી હતી. વીણાનગર બસ સ્ટોપ પર ઉતરીને તેમને થેલો વજનમાં હલકો જણાતા સોરોજે થેલી ચેક કરતા કોઈ અજાણ્યા ગઠિયાએ થેલી કાપીને હાથ મારી લીધો હતો. ત્યારબાદ સરોજ ભાઈનો ઈલાજ કરાવવા ગામમાં ગયા હતા અને પરત ફરીને તેમણે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us