કોઠારા (અબડાસા):
આજની ‘Gen Z’ પેઢી વચ્ચે ભૂતકાળના સુવર્ણ ઇતિહાસ અને અગાઉની પેઢીના ભગીરથ કાર્યોને યાદ કરવાનો એક અનેરો પ્રસંગ સામે આવ્યો છે. આજથી ૫૨ વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં જ્યારે “નવ નિર્માણ” આંદોલનની સુનામી ફરી વળી હતી, ત્યારે કચ્છના અબડાસા/કોઠારા ક્ષેત્રે પણ તેના પ્રત્યાઘાતો પડ્યા હતા.
તે સમયે ‘અબડાસા/કોઠારા નવ નિર્માણ સમિતિ’એ સંપૂર્ણ અહિંસક માર્ગે રહીને વિસ્તારના વિકાસ માટે અભૂતપૂર્વ લડત આપી હતી. પરિણામે સ્થાનિક વિસ્તારને એસ.ટી. બસ સેવાઓ તેમજ ટેલિફોન અને તાર સેવાઓ ક્ષેત્રે અનેક વિધ લાભો પ્રાપ્ત થયા હતા.
મોબાઇલ અને વોટ્સએપ વગર મેળવેલી સફળતા:
આજના સમયમાં સોશિયલ મીડિયા, મોબાઇલ કે ‘વોટ્સએપ યુનિવર્સિટી’ જેવાં માધ્યમો ઉપલબ્ધ છે, પરંતુ એ જમાનામાં ટેલિફોનની સુવિધા પણ ખૂબ સીમિત હતી. પ્રચાર-પ્રસારનો એકમાત્ર આધાર વર્તમાનપત્રો જ હતા. આવા કપરા સમયમાં સમિતિ દ્વારા મળેલ સફળતાનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
નવ નિર્માણ સમિતિના મુખ્ય અગ્રણીઓ (હીરાઓ):
- શ્રી પરસોત્તમભાઈ પુંજાણી
- શ્રી મધુકાંતભાઈ લોડાયા
- શ્રી દિનેશભાઈ એમ. શાહ
- શ્રી લહેરચંદભાઈ લોડાયા
- શ્રી દેવેન્દ્રભાઈ જીવાણી
- શ્રી નાનાલાલભાઈ સોની
- શ્રી મોહનભાઈ પોમલ
(નોંધ: શરતચૂકથી જો કોઈ અગ્રણીનું નામ રહી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ્ સહ જાણ કરવા વિનંતી.)
આ સફળતા પાછળ શ્રી કોઠારા ગ્રામ પંચાયત, સમગ્ર ગ્રામજનો ઉપરાંત પડદા પાછળ રહીને મદદ કરનારા અનેક મહાનુભાવોનો મોટો ફાળો રહ્યો હતો. આ સફળતાના સૌ યશભાગી નામી-અનામી ક્રાંતિકારીઓને સમગ્ર વિસ્તાર વતી ધબકતું અભિવાદન પાઠવવામાં આવે છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
