15મી ઓગસ્ટના પાવન સ્વતંત્રતા દિને મુલુંડ ઈસ્ટ સ્થિત ‘RR BANQUET HALL’ ખાતે દેશભક્તિ, દાંડિયા અને ઢોલના ત્રિવેણી સંગમ સાથે “RANG RAAS – THE RHYTHM BEFORE THE RAAS” નું ભવ્ય આયોજન Wiva Events ના આયોજક ખુશ પટેલ, વિપુલભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. Wiva Events દ્વારા પ્રસ્તુત અને જાણીતા મીડિયા હાઉસ ગુર્જરભૂમિ (ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ) ના સહયોગથી યોજાયેલા આ રાસ-ગરબા મહોત્સવે નવરાત્રી પૂર્વે જ મુંબઈગરાઓને ગરબાના રંગમાં રંજિત કરી દીધા હતા.














કલાકારોની ત્રિપુટીએ ખેલૈયાઓને ડોલાવ્યા
સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક ઉમેશ બારોટ પોતાના બુલંદ અને સુરીલા અવાજથી સ્ટેજ પર આવતા જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમની સાથે ગાયિકા નિશા સોનીના એનર્જેટિક પરફોર્મન્સે ખેલૈયાઓમાં નવો જોશ પૂર્યો હતો. આ ઉપરાંત, હાજી ઉસ્તાદ અને સમીર ઉસ્તાદની જોડીના ધમાકેદાર ઢોલના તાલે આખો હોલ ઝૂમી ઉઠ્યો હતો. એક પછી એક સુપરહિટ પ્રાચીન-અર્વાચીન ગરબા, રમઝટ અને દેશભક્તિના ગીતોની રજૂઆતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


પરંપરાગત પોશાક અને ઉત્સાહનો માહોલ
“THE RHYTHM BEFORE THE RAAS” ટેગલાઈન સાથે આયોજિત આ મહોત્સવમાં યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ચણિયાચોળી અને કેડિયા જેવા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. સ્વતંત્રતા દિવસની રજાનો સદુપયોગ કરીને મુલુંડવાસીઓએ મોડી રાત સુધી દાંડિયાના રાસ લીધા હતા.












બ્રાન્ડ્સનો સહયોગ અને સફળ આયોજન
આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવામાં HARVEST THEORY, MAMAL, Dr. Rashel, The Sprinkle of Confetti, Impulse અને Milan Masala જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સે સ્પોન્સર તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


Wiva Events ના આયોજક ખુશ પટેલ, વિપુલભાઈ અને તેમની સમગ્ર ટીમે રાત-દિવસ મહેનત કરીને આયોજનને અદ્ભુત સફળતા અપાવી હતી. ઉપસ્થિત તમામ સંગીતપ્રેમીઓએ આ કાર્યક્રમને નવરાત્રીના આગમનનો જોરદાર શંખનાદ ગણાવ્યો હતો.



ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
