સર્વ શક્તિ ફાઉન્ડેશન તરફથી આવતી તા ૬/૯/૨૦૨૬ ને રવિવાર ના રોજ બપોરે ૩ વાગ્યે નીચે મુજબ બહુહેતુક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.
(૧) ત્રીજી વાર્ષિક સામાન્ય સભા, (૨) ભક્તિ ગીત – જૈન સ્તવન, (૩) અમદાવાદ આઇ આઇ એમમાંથી MBA કર્યું છે એવા આંતરરાષ્ટ્રીય વિખ્યાત વિદુષી – લેખિકા, જેની અત્યાર સુધીમાં રામાયણ – મહાભારત સહિત અનેક બુકો એમેઝોન પર બેસ્ટ સેલર લિસ્ટમાં છે, એવા કુ.અમી ગણાત્રા અમૃતવાણીમાં સનાતન ધર્મની અનસુની વાતોની જાણકારી આપશે. આ ઉપરાંત સર્વશક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નિશાબેન સોનીએ સર્વ શક્તિ ફાઉન્ડેશન ૨૦૨૬ એવોર્ડ વિજેતા, જેઓ ભારે સંઘર્ષ કરી પોતાના ક્ષેત્રમાં સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપી શિખરે પહોંચ્યા છે, એવા નીચે મુજબના મહાનુભાવોના નામ જાહેર કરેલ.

શ્રી અમી ગણાત્રા – સર્વ શક્તિ રત્ન, શ્રી હીના ઠક્કર – સર્વ શક્તિ રત્ન, શ્રી મંજુલાબેન રંભીયા – સર્વ શક્તિ ભુષણ, શ્રી શાંતિલાલ ઠક્કર – લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ, શ્રી ઉમેશભાઈ ત્રિવેદી – લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, શ્રી સંધ્યાબેન ભીંડે – સર્વશક્તિ કર્મયોગી, શ્રીમતી ડીમ્પલ રાજેશ રાચ્છ – સર્વ શક્તિ એચીવર, શ્રીમતી કિન્નરી કોટેચા શાહ – સર્વ શક્તિ એચીવર, આ સર્વ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને ફી સહાયતાના ચેક આપવામાં આવશે એમ સર્વ શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ નિશાબેન સોનીએ અખબારી યાદીમાં જણાવેલ.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
