September 20, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

ઓનલાઈન ગેમિંગની આડમાં મુંબ્રામાં 400 યુવાનોનું ધર્માંતર થયાની આશંકા

ગાઝિયાબાદમાં પ્રકરણ બહાર આવ્યા પછી તેનું કનેકશન મહારાષ્ટ્રમાં

ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રના મુંબ્રામાં પણ મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા 400 લોકોનું ધર્માંતર થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે ડીસીપી નિપુણ અગ્રવાલે જણાવ્યું છે કે મુખ્ય સૂત્રધારોએ ગોપનીય રીતે મોબાઈલ ગેમની આડમાં બ્રેઈનવોશ કરીને ધર્માંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા ધર્માંતર કરવામાં આવ્યાનું બહાર આવ્યા પછી તેનું મહારાષ્ટ્ર કનેક્શન હોવાની સંભાવના પછી પોલીસ પ્રશાસન સતર્ક થઇ છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઓનલાઈન ધર્માંતર કરનાર મુખ્ય સૂત્રધારોની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. સૂત્રધારે કહ્યું છે, કે મહારાષ્ટ્રના મુંબઈ નજીક મુંબ્રામાં 400 જણનું ધર્માંતર કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. ડીસીપી અગ્રવાલે કહ્યું છે કે એવું પ્રકાશમાં આવ્યું છે, કે ઓનલાઈન ગેમિંગનો ઉપયોગ કરીને બ્રેઈનવોશ દ્વારા ધર્માંતર કરવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશ પોલીસે મોબાઈલ ગેમના બહાને ધર્મપરિવર્તનનો કિસ્સો બહાર પાડ્યો હતો. આ એક મોટી ગેંગ છે, જે ઓનલાઈન ગેમ રમતા બાળકોની જાસૂસી કરે છે. શરૂઆતમાં આ બાળકો આ ગેમમાં પરોવાઈ જાય છે. પછી તેઓને તેમાં ફસાવી દેવામાં આવે છે. ધર્માંતર કરવા માટે બ્રેઈનવોશ કરવામાં આવે છે અને આ બાળકો ઓનલાઈન ગેમ્સ દ્વારા ધર્માંતર શિકાર બને છે.

શું છે મહારાષ્ટ્ર કનેક્શન? – ગાઝિયાબાદમાં થયેલા ધર્માંતરનું મહારાષ્ટ્રમાં નીકળ્યું છે. વાત એવી સામે આવી છે કે સૂત્રધારોમાંથી એક શાહનવાઝ મકસૂદ ખાન થાણેના મુંબ્રાનો છે. ખાન 31 મેથી ફરાર છે. તે પહેલાં તેણે તેના પરિવારને સોલાપુર શિફ્ટ કર્યો હતો. તેથી 1 જૂને ગાઝિયાબાદ પોલીસે મુંબ્રા પોલીસનો સંપર્ક કર્યો અને તેમની મદદ માગી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

કેરળની સ્ટોરી બતાવે છે કે કેવી રીતે હિંદુ છોકરીઓને ટાર્ગેટ કરીને ધર્માંતર કરવામાં આવે છે, પરંતુ ધર્માંતરની આ જ પેટર્નને બદલીને, મોબાઇલ ગેમ પ્લેયર્સને હવે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એકલા મુંબ્રામાંથી 400 લોકોનું ધર્માંતર થયું હોય તો તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us