June 13, 2024
11 11 11 AM
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ
G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद
મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ
વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે
અવસાન નોંધ
પ્રાર્થનાસભા- મરણનોંધ
મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં
Breaking News
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે અવસાન નોંધ પ્રાર્થનાસભા- મરણનોંધ મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં

હાર્દિક પંડયા સાથે સાવકા ભાઈ વૈભવ દ્વારા 4.25 કરોડની છેંતરપિંડી

મુંબઇ પોલીસે ભારતના પ્રખ્યાત ક્રિકેટર હાર્દિક પંડયા  અને કૃણાલ પંડયા સાથે ૪.૨૫ કરોડની છેંતરપિંડી આચરવાના આરોપસર તેમના  સાવકાભાઇ વૈભવ પંડયાની ધરપકડ કરી હતી. 

વૈભવ સાથે પંડયા બંધુઓએ ૨૦૨૧માં પોલિમર બિઝનેસ ફર્મ  સ્થાપી  હતી અને વૈભવ આ ફર્મમાં રોંજિંદા કામકાજ પર દેખરેખ રાખતો હતો. વૈભવ ૨૦ ટકા રોકાણ કરે અને હાર્દિક તથા કુણાલ દ્વારા  ૪૦-૪૦ ટકા રોકાણ કરવામાં આવે અને કંપનીનું રોજેરોજનું કામકાજ વૈભવ જુએ તેવી જોગવાઈઓ પ્રમાણે આ  કંપની શરુ કરાઈ હતી. 

જોેકે, બાદમાં  વૈભવે કરારની શરતોનો ભંગ કર્યો હતો અને બંને ભાઇઓને અંધારામાં રાખીને તે જ વ્યવસાયમાં કોઇ અન્ય વ્યક્તિના નામે પોતાની માલિકીની પેઢી સ્થાપી હતી.

આ સંદર્ભે એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર વૈભવે કથિત રીતે એલએલપી ફર્મમાંથી પૈસા પોતાની પેઢીમાં ડાયવર્ટ કર્યા હતા. ધીરે-ધીરે તેમની ભાગીદારી પેઢીનો નફો ઘટતો ગયો. આ ઉપરાંત વૈભવે બંને ભાઇઓને જાણ કર્યા વગર એલએસપી ફર્મમાંથી  પોતાન નફાની ટકાવારી પણ ૨૦ ટકાથી વધારીને ૩૩ ટકા કરી નાખી હતી. આ છેતરપિંડી આચરવા તેણે કથિત રીતે એલએલપી કરાર પંડયા બંધુઓની નકલી સહીઓ પણ કરી હતી તેવું આર્થિક ગુના શાખાના એક અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયા અને તેના ભાઇ કૃણાલ પંડયાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે  વૈભવને તેમણે આ વિશે પૂછપરછ કરતાં વૈભવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે હાર્દિક તતા કૃણાલને જોઈ લેવાની તથા તેમની આબરુ ધૂળધાણી કરવાની ધમકી આપી હતી. 

 મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ ૮ એપ્રિલના રોજ વૈભવની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરતા તેને ૧૨ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us