ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર ફ્લાયઓવરના માર્ગમાં અડચણ બનતા અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પહોળો કરવાના અડચણ બનતા બાંધકામ મુંબઈ મહાપાલિકાના એન વોર્ડે કાર્યવાહી કરીને તોડી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન 38 અનધિકૃત બાંધકામ અને અતિક્રમણ હટાવવામાં આવ્યા હતા. દરમિયાન આ તમામ અતિક્રમણધારકોને મહાપાલિકાએ નોટિસ બજાવીને પછી કાર્યવાહી કરી હતી. મુંબ્ઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ગોલીબાર રોડ સુધી આવતા અને જતા વાહનવ્યવહાર માટે મહારેલ તરફથી અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર ફ્લાયઓવર બ્ાાંધવામાં આવી રહ્યો છે. તેથી પરિસરની બંને તરફનો વાહનવ્યવહાર ગોલીબાર રસ્તાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ચાલુ રહેશે. એના માટે અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ગોલીબાર રસ્તા સુધી 45.7 મીટર પહોળા કરવાનું કામ ચાલુ છે.

આ કામમાં અડચણ બનતા અતિક્રમણધારકોને મહાપાલિકાના એન વોર્ડ તરફથી વારંવાર જણાવવામાં આવ્યું હતું તેમ જ અત્યાર સુધી સાત વખત બેઠક લઈને આ કાર્યવાહીની કલ્પના આપવામાં આવી હતી. છતાં આ બાંધકામ હટાવવામાં ન આવ્યા હોવાથી મહાપાલિકાએ કાર્યવાહી કરી હતી.

મુંબઈ મહાપાલિકાએ કરેલી કાર્યવાહીના કારણે અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર લગભગ 100 મીટર રસ્તો મુક્ત થયો હતો. તેથી આ રસ્તા પર ઊભા થનારા ફ્લાયઓવર માટેની મોટી અડચણ દૂર થઈ છે. આ કાર્યવાહીમાં એન વોર્ડના અતિક્રમણ નિર્મૂલન ટીમના અધિકારી, કર્મચારીઓ તેમ જ 60 પોલીસ અધિકારી, કર્મચારીઓ સહભાગી થયા હતા

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us