
મહાપાલિકા પ્રોપર્ટી ટેક્સની આવકથી માલમાલ થઈ ગઈ છે. ખાસ કરીને 2024ના વીતતા વર્ષના છેલ્લા બે દિવસમાં રૂ. 333.87 કરોડ પ્રોપર્ટી ટેક્સ જમા થયો હતો. 1 એપ્રિલ, 2024થી 31 ડિસેમ્બર, 2024 સુધી રૂ. 5847.68 કરોડ પ્રોપર્ટી ટેક્સ જમા થયો છે. 30 ડિસેમ્બરે એક દિવસમાં રૂ. 173.59 કરોડ અને 31 ડિસેમ્બરે રૂ. 260.28 કરોડ જમા થયા.
2023-24નો પ્રોપર્ટી ટેક્સ ભરવાની અંતિમ મુદત 25 મે, 2024 સુધી હતી. આથી ગત આર્થિક વર્ષના રૂ. 1660 કરોડ પણ આમાં સમાવિષ્ટ છે. આનો અર્થ વર્તમાન આર્થિક વર્ષ 2024-25માં રૂ. 4187.19 કરોડ જમા થયા છે. કુલ રૂ. 6200 કરોડ જમા કરવાનો ઉદ્દેશ હતો, જેની તુલનામાં હમણાં સુધી 68 ટકા ટેક્સ ભેગો થયો છે.

મહાપાલિકાએ તેના બધા વોર્ડ કાર્યાલયમાં પ્રોપર્ટી ટેક્સ ભરવાનું મુંબઈગરાને અનુકૂળ પડે તે માટે મોડી રાત સુધી કામકાજ ચાલુ રાખ્યું હતું. ખાસ વાત કરીએ તો એકલા ડિસેમ્બર મહિનામાં રૂ. 2501.07 કરોડની વિક્રમી વસૂલાત થઈ છે. 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધી શહેર વિભાગમાંથી રૂ. 1774.43 કરોડ, પૂર્વ ઉપનગરમાંથી રૂ. 1091.10 કરોડ અને પશ્ચિમ ઉપનગરમાંથી રૂ. 2979.45 કરોડ ભેગા થયા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
