
અતિક્રમણને લીધે મુંબઈમાં 2005નાં કાળમુખાં પૂર માટે જવાબદાર ઠરેલી મીઠી નદીમાંથી કીચડ કાઢવાના રૂ. 1100 કરોડના કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા પ્રાથમિક પૂછપરછમાં ગતિ લાવવામાં આવી છે. હાલમાં ત્રણ ઠેકેદારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઋષભ જૈન, મનીષ કસાલીવાલા અને શેરસિંહ રાઠોડની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. કુલ 18 ઠેકેદારની પૂછપરછ કરવામાં આવશે. ઓગસ્ટ 2024માં ભાજપના વિધાન પરિષદના સભ્યો પ્રસાદ લાડ અને પ્રવીણ દરેકર દ્વારા વિધાન પરિષદમાં આ મુદ્દો ઉપાડવામાં આવ્યા પછી તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જોઈન્ટ કમિશનર, ડીસીપી અને એસીપી સાથે અમુક જુનિયર અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

એસઆઈટી દ્વારા 2005 અને 2021 વચ્ચે રૂ. 1100 કરોડના મીઠી નદીમાંથી કીચડ કાઢવામાં ગેરરીતિ અંગે તપાસ કરી રહી છે. મીઠી નદીનો 11.84 કિમી પટ્ટો મહાપાલિકા હેઠળ આવે છે, જ્યારે 6.8 કિમી એમએમઆરડીએ હેઠળ આવે છે. અમે બંને સંસ્થા પાસેથી કરારના દસ્તાવેજો અને વિગતો મગાવ્યાં છે. અમુક પ્રાપ્ત દસ્તાવેજોને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.ઠેકો આપતી વખતે યોગ્ય નિયમોનું પાલન કરાયું હતું કે કેમ તેની પ્રથમ તપાસ ચાલી રહી છે. બંને સંસ્થાઓની ઠેકો આપવાની અલગ અલગ પદ્ધતિ છે.
કેદારોએ ખરેખર કીચડ ઉલેચ્યું હતું કે કેમ અથવા તે ફક્ત કાગળ પર બતાવ્યું. જો કીચડ કાઢ્યું હોય તો તે ક્યાં ફેંક્યું. તેનું પરિવહન કરવા વાહનોનો ઉપયોગ કરાયો હતો કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જો તેમાં કોઈ પણ નક્કર પુરાવા મળશે તો એફઆઈઆર દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.તપાસમાં અમુક ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
