3 FSIથી વધુ જોઈએ તો પ્રીમિયમ વસૂલ કરવામાં આવશે
મુંબઈ મહાપાલિકાની માલમતાનો પુનર્વિકાસ કરતા 3 એફએસઆઈ ઉપરાંત અતિરિક્ત એફએસઆઈનો લાભ જોઈએ તો હવેથી આ વધારાની એફએસઆઈ પર પ્રીમિયમ વસૂલ કરવામાં આવશે. તેથી મહાપાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાનું મહેસૂલ ભેગું થશે.
પુનર્વિકાસ કરતા 3 એફએસઆઈનો લાભ આપવામાં આવે છે છતાં એના પર અતિરિક્ત એફએસઆઈનો લાભ લઈને ડેવલપરો ઈમારતનું બાંધકામ કરતા હતા. અત્યાર સુધી મહાપાલિકાની તિજોરીમાં 3 એફએસઆઈ સિવાય બીજો કોઈ શુલ્ક જમા થતો નહોતો.
મહાપાલિકાની ભાડાવાળા માલમતા માટે વિકાસ નિયંત્રણ જોગવાઈ અનુસાર પુનર્વિકાસ બાબતે જમીન અધિમૂલ્યને પ્રોત્સાહન નિયમાવલી 2034ના પ્રસ્તાવિત ધોરણને મંજૂરી આપવામાં આવી છે. હવે મહાપાલિકા સભાગૃહમાં અંતિમ મંજૂરી મળ્યા પછી વાસ્તવિકતામાં અમલબજાવણી શરૂ કરવામાં આવશે.

આ કારણોસર ધોરણમાં ફેરફાર
2023ની અધિસૂચના અનુસાર વિનિમય 33(24)માં સુધારા કરવામાં આવ્યા છે. તેથી વિકાસકામને મળતા પ્રોત્સાહનમાં વધારો થવાથી અતિરિક્ત એફએસઆઈમાં ઘટાડો થઈને મહાપાલિકાને મળતી વળતરની રકમમાં પણ ઘટાડો થયો છે. આ બાબત ધ્યાનમાં લઈને જમીનની માલિકીના વળતર રૂપે જમીન અધિમૂલ્ય વસૂલ કરવા બાબતનું ધોરણ નવેસરથી તૈયાર કરવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



