વૈશ્વિક રાજકારણમાં વધતા ધ્રુવીકરણ, આંતરરાષ્ટ્રીય વિભાજન અને વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ભારતના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી ૧૮મી બ્રિક્સ (BRICS) શિખર પરિષદ (૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬) એક સફળ અને મહત્વપૂર્ણ રાજદ્વારી સિદ્ધિ તરીકે ઉભરી આવી છે. ભારતના સક્ષમ નેતૃત્વ, વ્યાવહારિક દ્રષ્ટિકોણ અને સતત સંવાદની નીતિના પરિણામે પરિષદના પ્રથમ જ દિવસે તમામ સભ્ય દેશોએ સર્વસંમતિથી ‘નવી દિલ્હી ઘોષણાપત્ર: બિલ્ડિંગ ફોર રેસિલિઅન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી’ (Building for Resilience, Innovation, Cooperation and Sustainability) નો સ્વીકાર કર્યો હતો.

૧. મતભેદો ઉકેલીને સર્વસંમતિ સાધી
મે ૨૦૨૬માં બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વૈચારિક અને ભૂ-રાજકીય તફાવતોના કારણે સંયુક્ત નિવેદન બહાર પાડી શકાયું ન હતું. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને સભ્ય દેશો વચ્ચેના વિરોધાભાષી હિતોને કારણે ડિપ્લોમેટિક સ્તરે મોટો પડકાર હતો.
ભારતે આ તણાવ વચ્ચે મધ્યસ્થી અને પુલ સમાન ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હી ઘોષણાપત્રમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે એકજૂટ થઈને એકપક્ષીય સૈન્ય કાર્યવાહી અને યુદ્ધની પ્રવૃત્તિઓની સખત નિંદા કરવામાં આવી છે. કોઈપણ દેશનું નામ લીધા વિના નિર્દોષ નાગરિકોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને શાંતિપૂર્ણ અણુ મથકો પરના હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ પેલેસ્ટાઇનીઓના નિર્વાસનનો વિરોધ કરી સંવાદ અને આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
૨. ‘માનવ-કેન્દ્રિત’ વિઝન અને ગ્લોબલ સાઉથનો અવાજ
ભારતનું અધ્યક્ષપદ કેવળ રાજકીય નિવેદનો સુધી સીમિત ન રહેતા સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા પર કેન્દ્રિત હતું:

- ખાદ્ય સુરક્ષા: બ્રિક્સ ગ્રેન એક્સચેન્જ (BRICS Grain Exchange) ની વિધિવત શરૂઆત.
- તકનીક અને ઇનોવેશન: BRICS ઇનક્યુબેટર નેટવર્ક, સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહયોગ માટેનું માળખું.
- આર્થિક સમાવેશ: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) અને મહિલાઓની આર્થિક ક્ષેત્રે પૂર્ણ ભાગીદારી.
- હરિત ઉર્જા: સૌર, ગ્રીન હાઇડ્રોજન, ન્યુક્લિયર અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે યોગ્ય ભંડોળ પૂરું પાડવું અને વિકાસશીલ દેશો પર લાદવામાં આવતા એકપક્ષીય કાર્બન ટેરિફનો વિરોધ.
૩. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા અને આતંકવાદ સામે કડક વલણ
- UNSC & IMF સુધારા: યુએન સેક્યુરિટી કાઉન્સિલ (UNSC) માં ભારત અને બ્રાઝિલની કાયમી સભ્યપદની દાવેદારીને સમર્થન આપવામાં આવ્યું. IMF માં વિકાસશીલ દેશોના વોટિંગ શેર વધારવા માગ કરાઈ.
- આતંકવાદ પર પ્રહાર: આતંકવાદના તમામ સ્વરૂપો, આતંકીઓને નાણાકીય સહાય અને સીમાપાર આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. ઘોષણાપત્રમાં એપ્રિલ ૨૦૨૫ના પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
- સ્થાનિક ચલણથી વેપાર: સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર અને ‘બ્રિક્સ પેમેન્ટ ટાસ્ક ફોર્સ’ ને પ્રોત્સાહન આપવાની વાત કરાઈ છે. આ ડોલર સિસ્ટમનો વિકલ્પ કે નવી કરન્સી બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સ્થાનિક ચલણને મજબૂત કરવાનો ઉપાય છે.

૪. પીએમ મોદીની મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો
સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫થી વધુ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી:
- રશિયા (વ્લાદિમીર પુતિન): ભારત-રશિયાના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા અને ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવા સંમતિ.
- ચીન (શી જિનપિંગ): સરહદી વિવાદ બાદ સંબંધોને સામાન્ય બનાવવા માટે ૫૦ મિનિટની લાંબી બેઠક યોજાઈ. બંને દેશોએ LAC પર શાંતિ જાળવવા અને વેપારી ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો.
- ઈરાન (મસૂદ પેઝેશ્કિયાન): પશ્ચિમ એશિયાની સ્થિતિ, ઉર્જા સુરક્ષા અને દરિયાઈ વેપાર માર્ગોની સલામતી અંગે ચર્ચા થઈ.
- આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના રામાફોસા, ઇજિપ્તના અલ-સીસી અને કઝાકિસ્તાનના તોકાયેવ જેવા નેતાઓ સાથે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી.
૫. ‘પશ્ચિમ વિરોધી’ નહીં પરંતુ ‘સુધારાવાદી’ મંચ
બ્રિક્સ એ પશ્ચિમી દેશો વિરુદ્ધનું કોઈ જૂથ નથી પરંતુ વૈશ્વિક પ્રણાલીમાં સુધારા લાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. આ સમિટમાં કોઈપણ દેશના એકચક્રી અજेंडा કે ચીન જેવા દેશોના ચોક્કસ રાજદ્વારી શબ્દોને સ્થાને ભારતની ‘સંતુલિત, સ્વતંત્ર અને સંવાદ આધારિત’ મુત્સદ્દીગીરીની સ્પષ્ટ છાપ જોવા મળી છે.
આ શિખર પરિષદે સાબિત કર્યું છે કે જ્યારે વૈશ્વિક સ્તરે તણાવ અને અસ્થિરતા હોય ત્યારે ભારતનું પ્રિન્સિપલ ડિપ્લોમસી અને કન્સ્ટ્રક્ટિવ લીડરશિપ વિશ્વને એકજૂટ કરી શકે છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

