શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા સોમવાર તા.૩૧-૮-૨૦૨૬ના રોજ આયોજીત સંતવાણીના કાર્યક્રમનો આનંદ મોટી સંખ્યામાં શિવભક્તોએ માણ્યો હતો. કલાકારો હતા નરેશભાઈ મિસ્ત્રી, સોનલબેન ચૌહાણ અને દીપકભાઈ ગઢવી. ત્રણે કલાકારોએ સારી રમઝટ બોલાવી હતી અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુર્જરભૂમિ ન્યુઝપેપરના તંત્રી શ્રી શાંતિલાલભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.








આગામી કાર્યક્રમો શ્રાવણ વદ ૧૧ સોમવાર તા.૭-૯-૨૦૨૬ના રોજ ધવલભાઈ બારોટ. ભજનિક (બાબરાવાળા), રેખાબેન દરજી ભજનીક (મુંબઈ), બેબી મીતલ (સુરસાધક) શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. સાથે તબલાવાદક અરુણભાઈ ગાયકવાડ (મુંબઈ), શહેનાઈ વાદક અનવર ઉસ્તાદ, બેન્જોવાદક ચિંતનબૈરાઈ, મંજીરા વાદક નરેન્દ્ર સોલંકી, માધવભાઈ, તેજમલજી. સાઉન્ડ સિસ્ટમ અમિત સાઉન્ડ શૈલેષભાઈ, સ્ટેજ સજાવટ ચેતના ડેકોરેટર
નરેશભાઈ, વિડીયો શુટીંગ કનૈયાજી બારોટ, તથા હોમ કેબલનો સાથ સહકાર રહેશે. હવનમાં લાભ લેવો હોય તો મંડળનો સંપર્ક કરવો.







શ્રી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તા. ૧૩-૯-૨૦૨૬ યજ્ઞ પ્રારંભ સવારે ૯.૦૦ કલાકે, પુર્ણાહુતી (શ્રી ફળ હોમ ) સાંજે ૫.૩૦ કલાકે શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ ભક્ત મંડળ હોલમાં શ્રી ભંડારા મહાપ્રસાદ સાંજે ૭.૦૦ થી ૧૦.૦૦ કલાકે સારસ્વત વાડીમાં રહેશે.
૧) ઘી ડબ્બો ૧૫ કીલો રૂા. ૬૫૦૦/-, ૨) ગોળ રવો ૩૦ કીલો રૂા. ૧૫૦૦/-, ૩) ચોખા કીલો ૩૦ રૂા. ૧૫૦૦/- ૪) ઘઉં ૩૦ કીલો રૂા. ૧૧૦૦/- ૫) તુવેરદાળ ૩૦ કીલો રૂા. ૨૫૦૦/-, ૬) બેસન ૩૦ કીલો રૂા. ૨૫૦૦/-, ૭) તેલ ડબ્બો ૧૫ કીલો રૂા. ૨૫૦૦. ભંડારાની ચીજવસ્તુની સેવા માટે દાતા આવકાર્ય છે. ભંડારો ભાદરવા સુદ ૨ ને રવિવાર તા. ૧૩-૯-૨૦૨૬. નોંધ – કાર્યક્રમનો ફેરફાર મંડળને આધીન રહેશે






ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
