વર્ષ ૨૦૧૪થી મુલુંડનું “શ્રી માનવ સેવા ગ્રુપ’ શ્રદ્ધા, કરુણા અને આદરભાવ સાથે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
ગણેશ વિસર્જન દરમિયાન પાંચ રસ્તા (અતુલ ઈલેક્ટ્રોનિક્સ પાસે) મંડપ બાંધીને આ ગ્રુપ દર વર્ષે ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ દર્શનાર્થીઓને નિઃશુલ્ક વડાપાવ અને રસનાનો પ્રસાદ વહેંચે છે. સ્થાનિક લોકો અને સ્વયંસેવકોના સહયોગથી આ પરંપરા સતત ચાલી રહી છે.










માત્ર તહેવારો જ નહીં, પરંતુ દર મહિનાના છેલ્લા શનિવારે આ ગ્રુપ દ્વારા ટાટા કેન્સર હોસ્પિટલ નજીક દર્દીઓ, તેમના પરિજનો અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે. શ્રી માનવ સેવા ગ્રુપ પોતાની આ સતત અન્નદાન સેવા દ્વારા સમાજમાં આશા અને હૂંફ ફેલાવી રહ્યું છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



