મુંબઈમાં વધુ મજબૂત, સર્વસમાવેશક અને વ્યવસાયિક રીતે સંચાલિત રમતની જગ્યાઓ ઊભી કરવાની વિલે પાર્લે કેલવણી મંડળે (એસવીકેએમ) પોતાની દ્રષ્ટિ રજૂ કરી હતી. આ પહેલમાં મહાપાલિકા અને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દ્વારા મર્યાદિત સમયગાળા માટે લાઇસન્સ આપવામાં આવેલાં ત્રણ સ્થળોનો સમાવેશ થાય છે. દરેક કિસ્સામાં એસવીકેએમ પાસે મર્યાદિત સમયગાળા માટે લાઇસન્સ છે અને માલિકી રાજ્ય સત્તાધિકારીઓ પાસે જ રહે છે.
આ સત્તાધિકારીઓએ સુનિશ્ચિત કર્યું છે કે આ વ્યવસ્થાઓ સ્થળના જાહેર સ્વરૂપ અને હાલના જમીન-ઉપયોગ સંબંધિત સુરક્ષા નિયમોને જાળવી રાખે તથા એસવીકેએમને સ્થાનિક સમુદાય માટે અનેક સુધારાઓ કરવાની જવાબદારી સોંપવામાં આવે.

તેમાં લોકમાન્ય ટિળક ગાર્ડન (જુહુ) ખાતે સતત જાહેર પ્રવેશ, ડી એન નગર (સિમેન્ટ ગોડાઉન) ખાતે રમતગમત સંબંધિત પ્રવૃત્તિઓ અને છત્રપતિ શિવાજી મહારાજ ક્રીડા સંકુલ (અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) ખાતે વિશ્વસ્તરીય રમતની જગ્યાઓ વિકસાવવાનો સમાવેશ થાય છે.
એસવીકેએમના પ્રમુખ અમરીશભાઈ પટેલે આ ઘોષણા કરતાં જણાવ્યું કે “ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સ અને અન્ય મોટા આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોની યજમાની કરવાની પોતાની મહત્ત્વાકાંક્ષા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેને સાકાર કરવા માટે જરૂરી માળખું અને રમતગમતની સંસ્કૃતિ ઊભી કરવી આવશ્યક છે.
મુંબઈને એવી આધુનિક અને સારી રીતે સંચાલિત રમતની જગ્યાઓની જરૂર છે જ્યાં યુવા ખેલાડીઓ સતત તાલીમ લઈ શકે, સમુદાયો રમતગમતમાં ભાગ લઈ શકે અને ભાવિ ચેમ્પિયનો પોતાની સફરની શરૂઆત કરી શકે. અમારો પ્રયાસ આ પાયાને મજબૂત બનાવવાનો છે. અમે મુંબઈના એક લાખ યુવાનો માટે વિશ્વસ્તરીય રમતગમતનું ઇકોસિસ્ટમ ઊભું કરવા પ્રતિબદ્ધ છીએ.”

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
