એઇડ્ઝ (HIV) મુક્ત રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે મહારાષ્ટ્ર સરકારે હાથ ધરેલા ‘મોબિલાઇઝેશન ફોર એઇડ્ઝ સુરક્ષા’ અભિયાનમાં મોટો વિજય મળ્યો છે. રાજ્યના ૬ જિલ્લાઓએ એઇડ્ઝ નિયંત્રણ માટેના તમામ ત્રણ લક્ષ્યાંકો પૂર્ણ કરીને ‘સુરક્ષિત’ શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ૨૩ જિલ્લાઓએ બે લક્ષ્યાંકો પ્રાપ્ત કરી ‘સક્ષમ’ સ્ટેટસ મેળવ્યું છે.
૬ જિલ્લાઓએ હાંસલ કર્યા તમામ લક્ષ્યાંકો
મહારાષ્ટ્ર સ્ટેટ એઇડ્ઝ કંટ્રોલ સોસાયટી (MSACS) ના સઘન પ્રયાસોના પરિણામે ધૂળે, નંદુરબાર, છત્રપતિ સંભાજીનગર, જાલના, ચંદ્રપુર અને સાંગલી – આ છ જિલ્લાઓએ એઇડ્ઝ નિયંત્રણના તમામ ત્રણ મહત્વપૂર્ણ પેરામીટર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ‘સુરક્ષિત’ જિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

સંઘર્ષશીલથી સુરક્ષિત સુધીની પ્રેરણાદાયી સફર
આ ઝુંબેશની શરૂઆત ૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ થઈ હતી. તે સમયે રાજ્યની સ્થિતિ ચિંતાજનક હતી—માત્ર એક જ જિલ્લો ‘સક્ષમ’ શ્રેણીમાં હતો અને બાકીના ૩૫ જિલ્લાઓ ‘સંઘર્ષશીલ’ (લક્ષ્યાંક પ્રાપ્ત કરવા મથી રહ્યા હોય તેવા) વર્ગમાં આવતા હતા. ટૂંકા સમયમાં સઘન ટેસ્ટિંગ, જાગરૂકતા અને ઉત્કૃષ્ટ આયોજનના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓની સ્થિતિમાં સુધારો નોંધાયો છે.
૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં ‘૯૫-૯૫-૯૫’ લક્ષ્યાંક પૂર્ણ કરવાનો સંકલ્પ
મહારાષ્ટ્ર અર્બન હેલ્થ કમિશનર અને MSACSના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુનીલ ભોકરે જણાવ્યું હતું કે, બચેલા તમામ જિલ્લાઓને ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે ચોક્કસ સમીક્ષાઓ અને આંતર-વિભાગીય સંકલન વધારી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી ૧ ડિસેમ્બર, ૨૦૨૬ (વિશ્વ એઇડ્ઝ દિવસ) સુધીમાં રાજ્યના તમામ ૩૬ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું ’95-95-95′ બેંચમાર્ક સફળતાપૂર્વક હાંસલ કરવાનો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



