મુલુંડ ઈસ્ટના આનંદ નગરને ઠાણેના બાલકુમ સાથે જોડવા માટે ૭.૧૨૯ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ-૨નું આયોજન કરવામાં આવ્યું છે.
થાણા કોસ્ટલ રોડ-૨ પ્રોજેક્ટ માટે આશરે ૬૮૦ મેન્ગ્રોવ્સ (મેન્ગ્રોવ વનસ્પતિ) કાપવાની દરખાસ્ત સામે પર્યાવરણપ્રેમી જૂથો અને સંસ્થાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ રોડ પ્રોજેક્ટના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા પ્રાપ્ત ‘ઠાણે ક્રીક ફ્લેમિંગો સેન્ચ્યુરી’ (TCFS) નો આશરે ૧.૭ હેક્ટર જેટલો સંવેદનશીલ વિસ્તાર પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે ‘નેટકનેક્ટ ફાઉન્ડેશન’ (NatConnect Foundation) નામના પર્યાવરણીય સંગઠને વડાપ્રધાન કાર્યાલય (PMO) ને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
૭.૧૨૯ કિમી લાંબો કોસ્ટલ રોડ અને કુદરત પર ખતરો

મુબઈના મુલુંડ ઈસ્ટના આનંદ નગરને ઠાણેના બાલકુમ સાથે જોડવા માટે ૭.૧૨૯ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ-૨નું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) એ આ પ્રસ્તાવને આગળની મંજૂરી માટે ભલામણ કરી દીધી છે. જો આ યોજના અમલમાં આવશે, તો ૧.૭ હેક્ટર જમીન પર ફેલાયેલા લગભગ ૬૮૦ મેન્ગ્રોવ્સ કાયમી ધોરણે નષ્ટ થઈ જશે.
PMO અને SEIAA સમક્ષ વૈકલ્પિક માર્ગ શોધવાની માંગ
નેટકનેક્ટ ફાઉન્ડેશને PMO તેમજ સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA) ને અપીલ કરી છે કે આ પ્રોજેક્ટના રૂટ (એલાઈનમેન્ટ)ની પુનઃ સમીક્ષા કરવામાં આવે. સંસ્થાનું કહેવું છે કે મેન્ગ્રોવ્સનો નાશ કર્યા વિના અન્ય વૈકલ્પિક માર્ગો શોધી શકાય છે કે નહીં તેનો યોગ્ય અભ્યાસ કર્યા પછી જ પ્રોજેક્ટને આગળ વધારવો જોઈએ.
“રામસર ટેગ માત્ર કાગળ પર ન રહેવો જોઈએ”
પર્યાવરણવાદીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ભારત તેની વેટલેન્ડ્સ (જળપ્લાવિત વિસ્તારો)ને રામસર કન્વેન્શન હેઠળ આંતરરાષ્ટ્રીય માન્યતા મળવા પર ગર્વ અનુભવે છે, પરંતુ આ માન્યતા કાગળ પર રહેવાને બદલે જમીન પર તેનું વાસ્તવિક રક્ષણ થવું જરૂરી છે. કોઈ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે આવા મહત્વપૂર્ણ કુદરતી સ્થળોના પર્યાવરણીય મહત્વને ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે.

મેન્ગ્રોવ્સ કુદરતી રક્ષણ પૂરું પાડે છે: નિષ્ણાતો
‘સાગર શક્તિ’ ના ડિરેક્ટર નંદકુમાર પવારે જણાવ્યું હતું કે, “રસ્તા બનાવવા માટે સેંકડો મેન્ગ્રોવ્સનો નાશ કરવો એ કોઈ સામાન્ય બાબત નથી. મેન્ગ્રોવ્સ દરિયાકાંઠાના વિસ્તારોને કુદરતી સુરક્ષા આપે છે, જે વિવિધ બાયોડાયવર્સિટી અને વન્યજીવો માટે કુદરતી આશ્રયસ્થાન છે. રામસર સાઇટની પવિત્રતા અને સુરક્ષા જાળવવી અત્યંત જરૂરી છે, તેથી કોઈપણ પ્રકારના વિનાશની મંજૂરી આપતા પહેલા તમામ શક્ય વિકલ્પો તપાસવા જોઈએ.”
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



