મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માના હસ્તે ધારાસભ્ય પરાગ શાહ ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કારથી સન્માનિત
સમાજસેવા અને જનકલ્યાણના ક્ષેત્રે ઉમદા અને નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે ઘાટકોપર-ઈસ્ટના લોકપ્રિય વિધાનસભ્ય પરાગ શાહને પ્રતિષ્ઠિત ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ભારત જૈન મહામંડળ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માના વરદ હસ્તે તેમને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભવ્ય સમારોહ
રવિવાર, ૪ ઑક્ટોબરના રોજ ઘાટકોપર-ઈસ્ટ સ્થિત આરાધ્યા ભક્તિ પાર્કના હૉકી ગ્રાઉન્ડ ખાતે ‘સામૂહિક ક્ષમાપના, વિશ્વ મૈત્રી દિવસ અને જૈન સમાજ રત્ન અલંકરણ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અત્યંત મંગલમય અને ઉત્સાહસભર માહોલમાં સંપન્ન થયો હતો.

પૂજ્ય સંતો-સાધ્વીજીઓનું પાવન સાંનિધ્ય
આ પ્રસંગે અનેક પૂજ્ય સંતો તથા સાધ્વીજીઓના પાવન સાંનિધ્યનો લાભ શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થયો હતો. જેમાં:
- જનસંત શ્રમણ ઉપાધ્યાય ૧૦૮ શ્રી વિરંજનસાગરજી મહારાજ સાહેબ
- ભ્રમણમુનિ ૧૦૮ શ્રી વિસૌમ્યસાગરજી મહારાજ સાહેબ
- પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિનીલયવિજયજી મહારાજ સાહેબ
- રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ
- આચાર્ય શ્રી મહાશ્રમણ મહારાજ સાહેબનાં વિદુષી શિષ્યા સાધ્વી શ્રી નિર્વાણશ્રીજી તથા સાધ્વી શ્રી ડૉ. યોગક્ષેમપ્રભાજી
સહિતના પૂજ્ય ભગવંતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને આશીર્વાદિત કર્યો હતો.
અગ્રણી રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ
આ ભવ્ય આયોજનમાં મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, મુંબઈનાં મેયર રિતુ તાવડે તથા જાણીતા સમાજસેવક શિવલાલ પોખરણા સહિત વિવિધ ક્ષેત્રોના પદાધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય ગણમાન્ય હસ્તીઓનું પણ બહુભાન
સામાજિક જવાબદારી અને જનસેવાના ક્ષેત્રે પરાગ શાહના પ્રશંસનીય યોગદાનને બિરદાવવા સાથે જ, ભારત જૈન મહામંડળ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અન્ય મહાનુભાવોને પણ ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કારથી એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



