પબ્લિક સેક્ટરની મોટી બેંકમાંથી એક એવી કેનેરા બેંક (Canara Bank)નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ શનિવારે હેક થઈ ગયું હોવાની માહિતી સામે આવી રહી છે. કેનેરા બેંકનું એક્સ એકાઉન્ટ હેક Canara Bank X Handle Hacked) થયા બાદ હેકરોએ બેંકના ઓફિશિયલ હેન્ડનું નામ બદલીને ‘ether.fi’ કરી નાખ્યું હતું અને લોકેશન પણ બદલીને કેમેન આઈલેન્ડ કરી દીધું હતું.

બેંક દ્વારા રવિવારે 23મી જૂનના આ બાબતની માહિતી ફેસબુક પેજ પર એક પોસ્ટ કરીને પોતાના ગ્રાહકોને આપી હતી. બેંક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કેનેરા બેંક તમામ સંબંધિતોને આ બાબતે જણાવવા માંગે છે કે બેંકના એક્સ એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ટીમ દ્વારા આ બાબતે વધુ તપાસ કરાઈ રહી છે અને બેંક પોતાના ઓફિશિયલ હેન્ડલનું એક્સેસ પાછું મેળવવા માટે કામ કરી રહ્યું છે.

બેંક દ્વારા ખાતાધારકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ હેક કરવામાં આવેલા એકાઉન્ટ પર કોઈ પણ પ્રકારની માહિતી શેર ના કરે. બેંક બને એટલું ઝડપથી આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. જેવું ઓફિશિયલ હેન્ડલનું એક્સેસ પાછું મળશે તો તરત જ આ બાબતની જાણકારી ગ્રાહકોને આપવામાં આવશે. ગ્રાહકોને પડી રહેલી અસુવિધા માટે માફી પણ માંગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી થયું કે કોઈ બેંકનું એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય. આ પહેલાં એક્સિસ બેંકનું એક્સ એકાઉન્ટ હેક (Axis Bank X Account Handle Hacked) કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બેંકના હેન્ડલ પરથી ક્રિપ્ટોકરન્સી માટે અલગ અલગ પ્રકારની પોસ્ટ કરી હતી. આ બાબતે માહિતી મળતાં બેંક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us