મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર રાતે ૧૧ વાગ્યાથી શનિવારે રાતે ૧૧ વાગ્યા દરમ્યાન પાણીની સપ્લાય નહીં થાય.

ગોરગામ-મુલુંડ લિન્ક રોડ પર મુલુંડમાં બ્રિજ બનાવવાનો છે અને એના પાયા જ્યાં નાખવાના છે ત્યાં મુલુંડ-વેસ્ટમાં ફોર્ટિસ હૉસ્પિટલ પાસે બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૧૨૦૦ મિલીમીટર વ્યાસવાળી પાણીની મુખ્ય પાઇપલાઇન વચ્ચે આવી રહી છે. એથી એને ૧૨૦૦x૧૨૦૦ મિલીમીટરની પાઇપનું ક્રોસ કનેક્શન આપીને ખસેડવાની છે. એથી આ કામ માટે પાણીની સપ્લાય ૨૪ કલાક માટે રોકવામાં આવી છે.

આ સમય દરમ્યાન વિક્રોલી ગાંવ (ઈસ્ટ), ગોદરેજ પ્રૉપર્ટીઝ અને ગોદરેજ હૉસ્પિટલ વિસ્તારમાં પાણી નહીં આવે. ભાંડુપના નાહુર વિલેજ (ઈસ્ટ), ભાંડુપ-ઈસ્ટ, આખું ટાગોરનગર અને કન્નમવરનગર બિલ્ડિંગ નંબર ૧થી ૩૨; મુલુંડ—ગોરેગામ લિન્ક રોડની બન્ને તરફનો વિસ્તાર; મુલુંડ-વેસ્ટમાં ઍશફોર્ડ ટાવર, રુણવાલ ટાવર, ફોર્ટિસ હૉસ્પિટલ વિસ્તાર, LBS રોડ સહિત મુલુંડ-વેસ્ટનો મોટા ભાગનો વિસ્તાર; ભાંડુપ સોનાપુર, જંગલમંગલ રોડ, ટૅન્ક રોડ, મહારાષ્ટ્રનગર, કોંકણનગર, સહ્યાદ્રિનગર, ક્વેરી રોડ અને અન્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us