July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મુંબઇમાં દિવસભર અસહ્ય બફારોઃ થાણે, ડોંબિવલીમાં વરસાદ

મુંબઇગરાંને બળતા બપોરનો અનુભવ  થયો હતો. હજી ગઇ ૧૩,મે એ મુંબઇ અને નજીકનાં થાણે,પાલઘરમાં ધુળની આંધી,તોફાની પવન, વરસાદનું ભારે મોટું ત્રેખડ સર્જાયું હતું. આમ છતાં મુંબઇગરાંને  ગરમી અને બફારામાં જરાય રાહત નથી રહી. બીજીબાજુ આજે  સાંજે લગભગ સાત વાગે બોરીવલી, વરલી,મુલુંડ,પવઇ, નવી મુંબઇમાં આછેરી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. 

લગભગ સાડા ચાર વાગે થાણેમાં અને સાંજે લગભગ  ૫ ઃ૩૦ — છ વાગે ડોબીવલીમાં  વરસાદી માહોલ સર્જાયો હોવાના સમાચાર મળે છે.વરસાદથી થાણે અને ડોંબીવલીમાં ગરમીમાં આછેરી રાહત રહી હતી.

કોંકણનાં ચીપલુણ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં,મધ્ય મહારાષ્ટ્રના નાશિક નજીકના નિફાડમાં અને પુણેમાં પણ મેઘગર્જના, વીજળીના કડાકા,તોફાની  પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હોવાના સમાચાર મળે છે.

હવામાન વિભાગે  એવી માહિતી આપી હતી કે  આજે કોલાબામાં મહત્તમ  તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ  તાપમાન ૨૮.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન૩૫.૯ અને લઘુત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૫ -૭૪ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૫ -૫૨ ટકા રહ્યું  હતું. 

આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં મહત્તમ તાપમાન ૩૬.૦–૩૫.૦ ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૯.૦ –૨૭.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું  રહેવાની સંભાવના છે.આમ મુંબઇગરાંએ હજી  બપોરે ગરમી અને ઉકળાટ માટે તૈયાર રહેવું પડશે. 

હવામાન વિભાગનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ  ગુજરાત સમાચારને એવી માહિતી  આપી હતી કે હાલ મુંબઇ પર દક્ષિણ-પૂર્વ(અગ્નિ) દિશાના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં  ફૂંકાઇ રહયા છે.અગ્નિ દિશાના પવનો તેની સાથે ગરમી  લેતા આવતા હોવાથી મુંબઇ  અને નજીકનાં થાણે અને પાલઘરમાં હીટવેવનો ઉકળતો માહોલ રહ્યો હતો.

 ઉપરાંત, હાલ કર્ણાટકથી વિદર્ભ સુધીના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.

હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૭થી ૨૦– મે) દરમિયાન કોંકણ(રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,અહમદનગર,પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી,સોલાપુર),મરાઠવાડા(છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ,હિંગોળી, નાંદેડ,લાતુર),વિદર્ભ (અકોલા,અમરાવતી,ભંડારા,બુલઢાણા,ગઢચિરોળી)માં મેઘગર્જના, વીજળીના ચમકારા,તીવ્ર પવન સાથે કરા -વરસાદનું વાતાવરણ સર્જાય તેવી સંભાવના છે.  

 આજે જળગાંવ ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ નોંધાયું હતું. જ્યારે ગિરિમથક મહાબળેશ્વર ૧૯.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી કૂલ સ્થળ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us