મહારાષ્ટ્રમાં પણ બંગાળવાળી પૂરજોશમાં થતી જોવા મળી રહી છે. પહેલા તો 6 સાંસદોએ શિવસેના યુબીટી અને ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો અને હવે એવા ભણકારા છે કે કેટલાક વિધાયકો પણ છેડો ફાડી શકે છે. આ ઉપરાંત બીએમસીમાં પણ ઓપરેશન ટાઈગર જોવા મળી શકે છે.
બંગાળમાં છેલ્લા 15 દિવસથી સત્તા પર કબજો જમાવી બેઠેલી તૃણમૂલ કોંગ્રેસની આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જે હાલત થઈ, ચૂંટણી તો હાર્યા સાથે સાથે પાર્ટી પણ હાથમાંથી જાય તેવી સ્થિતિ થઈ, કઈક એવું જ હવે મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. શિવસેનાના પહેલા તો ભાગલા પડી ગયા પછી અસલ ચૂંટણી ચિન્હ એકનાથ શિંદેવાળા જૂથ પાસે ગયું અને હવે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી રહ્યા સહ્યા નેતાઓ પણ સરી રહ્યા છે. 6 બળવાખોર સાંસદો એકનાથ શિંદેના જૂથમાં જોડાઈ ગયા બાદ મુંબઈમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઝટકામાંથી બહાર નીકળવા માટે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન માતોશ્રી પર પાર્ટી વિધાયકોની એક ઈમરજન્સી બેઠક બોલાવી. પરંતુ આ બેઠકે તો ઉલ્ટું તેમની ચિંતા વધારી દીધી. કારણ કે શિવસેના યુબીટીના 4 મહત્વના વિધાયકો જ આ બેઠકમાંથી ગાયબ રહ્યા.

ઓપરેશન ટાઈગરનો ધમધમાટ!
વિધાયકોની આ ગેરહાજરીએ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ઓપરેશન ટાઈગરની અટકળો વધારી છે. ચર્ચા છે કે ભાજપના નેતૃત્વવાળું એનડી મહાવિકાસ આઘાડીના વિધાયકોમાં ગાબડા પાડવાની માથાપચ્ચી કરી રહ્યું છે. સોમવારે બેઠકમાં સામેલ ન થનારા વિધાયકોમાં વાની (યવતમાલ)ના વિધાયક સંજય દેરકર, પરભણીના વિધાયક રાહુલ પાટીલ, કલિનાના વિધાયક સંજય પોતનીસ અને વિધાન પરિષદના સભ્ય (MLC) સુનિલ શીંદે સામેલ છે. જો કે પાર્ટી વિધાયક વરુણ સરદેસાઈએ સ્પષ્ટતા આપતા કહ્યું કે આ ચારેયએ પહેલેથી જ નિર્ધારીત જરૂરી કામ માટે ન આવવાની છૂટ લીધી હતી. મળતી માહિતી મુજબ રાહુલ પાટીલ પરભણીમાં વિધાન પરિષદની ચૂંટણીના કાઉન્ટિંગમાં વ્યસ્ત હતા.
બીએમસીમાં પણ ઓપરેશન ટાઈગર?
બૃહન્મુંબઈ નગર નિગમ (BMC)માં પણ આ ઓપરેશન ટાઈગર ચલાવવામાં આવે તેનું જોખમ તોળાઈ રહ્યું છે. એકનાથ શિંદેવાળી શિવસેનાએ દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના અનેક પૂર્વ કોર્પોરેટર તેમના સંપર્કમાં છે. શિંદે જૂથના સૂત્રોનું કહેવું છે કે જે પ્રકારે 9માંથી 6 સાંસદોએ પક્ષપલટો કર્યો એ જ રીતે બીએમસીમાં ઉદ્ધવ જૂથના 65 કોર્પોરેટરોમાંથી બે તૃતિયાંશથી વધુ તેમની સાથે આવવા તૈયાર છે. આટલી મોટી સંખ્યા હોવાના કારણે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્યતાનું જોખમ પણ ન રહે.

માતોક્ષીની બેઠકમાં હાજર વિધાયકો મુજબ ઉદ્ધવ ઠાકરેએ પોતાના બચેલા નેતાઓને કોઈ પણ સંજોગોમાં એકજૂથ રહેવાની અપીલ કરી છે. હાલમાં 20 વિધાયકો સાથે શિવસેના યુબીટી એમવીએમાં સૌથી મોટી પાર્ટી છે. ઠાકરેએ વિધાયકોને ચેતવ્યા છે કે તેમને પક્ષપલટો કરવા માટે અનેક રીતે લલચાવવામાં આવી શકે છે. તેમણે બળવો કરનારા સાંસદો પર નિશાન સાંધતા કહ્યું કે તેમણે પોતાની વફાદારી વેચી દીધી છે. વિકાસ કાર્યોનું બહાનું બનાવીને પાર્ટી છોડવી બિલકુલ ખોટું છે. આ લોકો અમારી પાર્ટીને ખતમ કરવા માંગે છે પરંતુ અમારી લડાઈ ચાલુ રહેશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
