આવકવેરા વિભાગ તરફથી કરદાતાઓ માટે એક નવું અપડેટ આપવામાં આવ્યું છે. અપડેટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં વિભાગ દ્વારા ઘણા કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી શકે છે. તાજેતરના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે નોટિસ મોકલવાની તૈયારી કરી લીધી છે.

CBDT અધ્યક્ષે આ વાત જણાવી

ઇટીના અહેવાલ મુજબ, વિભાગ એવા કરદાતાઓને પણ નોટિસ મોકલી શકે છે જેમનો ટેક્સ પહેલેથી જ કાપવામાં આવ્યો છે. રિપોર્ટમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આવકવેરા વિભાગ ટેક્સ સંબંધિત વિવાદોને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં, ફક્ત તે જ કરદાતાઓને આવકવેરા તરફથી નોટિસ મળવાની છે, જેમના વિશે વિભાગ પાસે કેટલીક નક્કર માહિતી છે.

બજેટમાં ટેક્સ વિવાદો પર જાહેરાત

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ મહિને 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ દરમિયાન ટેક્સ વિવાદો ઘટાડવા માટે નવી પહેલની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2009-10 સુધી 25 હજાર રૂપિયા સુધીની ટેક્સ ડિમાન્ડની બાકી રકમ રદ કરવામાં આવશે. 2010-11 થી 2014-15 ના સમયગાળા દરમિયાન 10,000 રૂપિયા સુધીના કરવેરાના બાકીના કેસોનું પણ સમાધાન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લગભગ એક કરોડ કરદાતાઓને આનો લાભ મળી શકે છે.

કર્ણાટકમાં બનાવવામાં આવ્યું છે સ્પેશ્યલ સેન્ટર

આવકવેરા વિભાગે ટેક્સ વિવાદો માટે કર્ણાટકના મૈસૂરમાં ડિમાન્ડ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરી છે. સીબીડીટી ચેરમેનનું કહેવું છે કે પહેલા મૈસૂર સ્થિત કેન્દ્ર માત્ર કર્ણાટકના કેસોનું સંચાલન કરતું હતું, પરંતુ હવે કેન્દ્ર સમગ્ર દેશના કેસો સંભાળી રહ્યું છે. આ સેન્ટર 1 કરોડ રૂપિયાથી વધુના ટેક્સ વિવાદના કેસોને જોવે છે.                                

આ લોકોને મળશે નોટિસ

આવકવેરા વિભાગ તે કરદાતાઓને નોટિસ આપવા જઇ રહ્યું છે જેમનો TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કાપવામાં આવ્યો છે પરંતુ ITR ફાઈલ કરવામાં આવ્યું નથી. અસેસમેન્ટ યર 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે. ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 હતી. તે પછી બિલેટેડ ITR ભરવાનો સમય 31 ડિસેમ્બર 2023 સુધીનો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us