
મસ્સાજોગ ખાતે સરપંચ સંતોષ દેશમુખની ક્રૂરતાથી હત્યા બાદ આરોપી સાથે મંત્રી ધનંજય મુંડેના નિકટવર્તી સંબંધ હોવાને મામલે તેમને ભીંસમાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ ગુરુવારે બે વિડિયો પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. એક વિડિયોમાં મુંડેના હાથોમાં પિસ્તોલ દેખાય છે, જ્યારે બીજી પોસ્ટમાં મુંડે સાથે મુંડેના વિશ્વાસુ અને જેની પર હત્યાનો સૂત્રધાર કહેવામાં આવી રહ્યો છે તે વાલ્મીક કરાડ કારમાં બેઠેલા દેખાય છે. આ સાથે દમણિયાએ માગણી કરી છે કે બીડમાં બધાં જ શસ્ત્રોનાં લાઈસન્સની તપાસ કરવી જોઈએ. આ સાથે તેમણે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. આથી મુંડેની મુશ્કેલી વધી શકે છે.

ગુરુવારે દમણિયાએ બે વિડિયો પોસ્ટ કર્યા. એકમાં મુંડે અને તેમનો વિશ્વાસુ કરાડ એક જ કારમાં બેઠેલા દેખાય છે, જ્યારે ડ્રાઈવિંગ મુંડે કરી રહ્યા છે. બીજા વિડિયોમાં મુંડેના હાથોમાં પિસ્તોલ છે અને તેની પાછળ ગીત સંભળાય છે.
દમણિયાએ જણાવ્યું કે આ તે કેવા બોસ? ઈન્સ્ટાગ્રામ પર આવી રીલ્સ બતાવ્યા પછી નવી પેઢી તેમાંથી શું પ્રેરણા લેશે? મહેનત નહીં કરતાં પિસ્તોલ બતાવીને પૈસા કમાવાનું આસાન છે એવું તેમને લાગે છે. આપણો દેશ આવો હશે? આ દેશ વિશે વિઝન છે? તુરંત બીડમાં સર્વ શસ્ત્રોના લાઈસન્સની તપાસ કરાવવી જોઈએ. જરૂર નહીં હોય તેવાં લાઈસન્સ રદ કરવાં જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
