July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

ફરવા ગયેલા મુલુંડવાસી ગુજરાતી પરિવારના ઘરે થઈ ચોરી

મુલુંડમાં ફરી એકવાર ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અનુસાર મુલુંડ-વેસ્ટમાં રહેતો ગુજરાતી પરિવાર ગોવા ફરવા ગયો એ સમયે ખાલી ઘરને નિશાન બનાવીને ૩૨ તોલા સોનું અને ૪,૦૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ સહિત આશરે ૩૦,૦૦,૦૦૦ રૂપિયાની મતાની શુક્રવારે ચોરી થઈ હોવાની ફરિયાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ કેસમાં ચોરી કોઈ જાણભેદુએ કરી હોય એવી શંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે. જોકે બિલ્ડિંગમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લાગેલા ન હોવાથી પોલીસ ટેક્નિકલ સપોર્ટ સાથે તપાસ કરી રહી છે.

મુલુંડ-વેસ્ટમાં વસંત નિવાસ બિલ્ડિંગમાં રહેતો ગુજરાતી પરિવાર ૨૩ મેએ રાતે નવ વાગ્યે ગોવા ફરવા ગયો હતો, જ્યારે આ જ ઘરમાં રહેતી એક યુવતી ગોવા ન જઈને ઘરે જ રહી હતી એમ જણાવતાં મુલુંડ પોલીસ- સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જે યુવતી ઘરે હતી તે ૨૪ મેએ સવારે ૧૧ વાગ્યે ઘરને લૉક કરી ચાવી બાજુમાં રહેતા એક પાડોશીને આપીને બાંદરાની ઑફિસે ગઈ હતી. ત્યાંથી તે યુવતી તિલકનગર તેની બહેનપણીના ઘરે રોકાવા ગઈ હતી. શનિવારે બપોરે બે વાગ્યે યુવતી ત્યાંથી ઘરે આવી ત્યારે તેણે ઘરનું લોક ખુલ્લું જોયું હતું. અંદર જઈને જોતાં કબાટ પણ ખુલ્લું જોવા મળ્યું હતું. ત્યાર બાદ વધુ તપાસ કરતાં ઘરમાં રાખેલા આશરે ૩૨ તોલા સોનાના દાગીના અને ૪,૦૦,૦૦૦ રૂપિયાની રોકડની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે શનિવારે સાંજે અજાણ્યા ચોર સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે બિલ્ડિંગમાં ચોરી થઈ એમાં CCTV કેમેરા લગાવેલા નથી. આ બિલ્ડિંગમાં ૪૮ કરતાં વધારે રૂમ છે અને સામસામે રૂમ હોવાથી એકબીજાના ઘરે કોણ આવે છે એની એકબીજાને જાણ થતી હોય છે એમ જણાવતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘ફરિયાદ અનુસાર ગુજરાતી પરિવારે પોતાના ઘરની ચાવી બીજાને આપી રાખી હતી એટલું જ નહીં, તેમના ઘરે પાણી ભરવા માટે પણ જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે કોઈક આવ્યું હતું એટલે પરિવારની ગેરહાજરીમાં પણ ઘર ખોલવામાં આવ્યું હતું. આ કેસમાં અમને કોઈ જાણભેદુ હોય એવી શંકા છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us