
રાજ્યના વર્તમાન મુખ્ય મંત્રી અને આઘાડીના સત્તાકાળમાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને તત્કાલીન નગર વિકાસ મંત્રી એકનાથ શિંદેનું કદ વધતાં તેમને અટકાવવા માટે ખોટા ગુના દાખલ કરવાનું કાવતરું ઘડાયું તે મુદ્દો મંગળવારે રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રના બીજા દિવસે વિધાન પરિષદમાં ઊછળ્યો હતો. પોલીસ અધિકારીઓ વચ્ચે ચર્ચાની ઓડિયો ક્લિપ ભાજપના જૂથ નેતા પ્રવીણ દરેકરે વિધાન પરિષદમાં રજૂ કરી હતી. ઉપરાંત આ પ્રકરણે તુરંત એસઆઈટી થકી તપાસ કરવાની માગણી પણ તેમણે કરી હતી.
સભાગૃહમાં પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન પર બોલતાં દરેકરે જણાવ્યું કે આ મુદ્દો ફરીથી ઊછળ્યો છે. તે સંબંધમાં પોલીસ અધિકારીઓની વાતચીતની ઓડિયો ક્લિપ હું પેન ડ્રાઈવમાં લાવ્યો છું. સંજય પાંડે નામે અધિકારીએ ડીસીપી લક્ષ્મીકાંત પાટીલને ફડણવીસ અને શિંદે સામે ગુના દાખલ કરીને તેમની ધરપકડ કરો, તેમને અટકાવવાની યોજના બનાવો એવું કહેતા સંભળાય છે.
સંજય પુનિયાએ શેખર જગતાપ, તત્કાલીન એસીપી સરદાર પાટીલ અને અમુક લોકો વિરુદ્ધ જ્યારે ફરિયાદ દાખલ કરી તેમાં જે જવાબ આપ્યો છે તે અત્યંત આંચકાજનક છે, એમ પણ દરેકરે જણાવ્યું હતું.દરેકરે જણાવ્યું કે ફડણવીસને અટકાવવાની યોજના બનાવો અને તે દ્રષ્ટિથી કાર્યવાહી કરો એવી સૂચના આપવામાં આવી હતી. તત્કાલીન નગર વિકાસ મંત્રી એકનાથ શિંદેનું કદ તે સમયે વધતું હતું. શિવસેનામાં મહારાષ્ટ્રમાં તેમના વિશે અલગ વલય નિર્માણ થતાં તે વિશે ડર પણ ઊભો થયો હતો.

બાળાસાહેબના વિચારોને તિલાંજલી આપી તે માટે શિંદેના મનમાં બળવાખોરીની ભાવના હતી, એમ દરેકરે જણાવ્યું અને સંજય પુનમિયાનો તારીખ 2.9.2024નો જવાબ પણ સભાગૃહમાં વાંચી સંભળાવ્યો અને એસીપી સરદાર પાટીલની ઓડિયો ક્લિપ પણ રજૂ કરી.દરેકરે જણાવ્યું કે વેરની ભાવના રાખો નહીં એવું બોલનારા પોતે જ વેરની ભાવનાથી તત્કાલીન વિરોધી પક્ષ નેતા ફડણવીસ જે રીતે સરકારને ભીંસમાં લેતા હતા, સર્વ પોલ ખોલી રહ્યા હોવાથી તેમને અટકાવવાનો પ્રયાસ થયાના સ્ટિંગ ઓપરેશનની ક્લિપ જવાબમાં છે. શિંદેને પણ અટકાવવાનો પ્રયાસ થયો હતો.
જસ્ટિસ ચાંદીવાલે એક ડીસીપી તેમના કામમાં હસ્તક્ષેપ કરતા હતા એવી ફરિયાદ પણ કરી છે. તે સમયના વકીલ શેખર જગતાપને સરકારે પેનલ પર રાખ્યા નહીં હોવા છતાં કોર્ટમાં હાજર રહ્યા હતા. આથી આ સંબંધમાં તુરંત ગુનો દાખલ કરીને એસઆઈટી થકી તપાસ કરાવવી જોઈએ. ડીસીપી લક્ષ્મીકાંત પાટીલને તુરંત સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમની ખાતાકીય અને એસઆઈટી થકી તપાસ કરાવવી જોઈએ. એડ. શેખર જગતાપની નિમણૂક કરાઈ નહીં હોવા છતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા હોવાથી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ તેમને સરકારી પેનલ પરથી હટાવવા જોઈએ એવી માગણી પણ દરેકરે કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
