મલાડ પૂર્વમાં ગુરુવારે વહેલી સવારે એક દુર્ઘટનામાં એપ આધારિત કેબ ચાલકનું કરૂણ મોત નિપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પુષ્પા પાર્ક નજીક સવારે આશરે 6:50 વાગ્યાના સમયે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, બેસ્ટની રૂટ નંબર 440ની બસ રોડની બાજુમાં ઊભેલી કાર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત સમયે કારચાલક પોતાની કેબ સાફ કરી રહ્યો હતો.
મૃતકની ઓળખ 50 વર્ષીય રામચંદ્ર નિરાહુ પાલ તરીકે થઈ છે. તે પોતાની એપ આધારિત ટેક્સી રસ્તાની બાજુમાં પાર્ક કરીને પાછળની તરફ ઊભા રહીને વાહન સાફ કરી રહ્યો હતો. દરમિયાન વડાલા ડેપોની બસ નંબર 8184 અચાનક બેકાબૂ બની કાર સાથે અથડાઈ હતી.

બસ મેટેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત હોવાનું જણાવાયું છે. અકસ્માતને કારણે જોરદાર આંચકો લાગતાં કાર આગળ ધકેલાઈ ગઈ હતી અને બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી, જેના કારણે બીજી કારને પણ નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ પાલને સારવાર માટે શતાબ્દી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત બાદ સવારે વ્યસ્ત સમયે માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
