માનખુર્દમાં ૩૩ વર્ષીય મહિલાને આર્થિક મદદ આપવાને બહાને કથિત રીતે બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિ સામે નવી મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદી મહિલા નવી મુંબઈની રહેવાસી છે. તેણે ફરિયાદમાં આરોપ મૂકયો હતો કે આરોપીએ તેને આર્થિક મદદ આપવાને બહાને માનખુર્દ વિસ્તારમાં તેના ઘરે બોલાવી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો
આ ઘટના બાદ મહિલાએ નવી મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ૫૩ વર્ષીય આરોપી વિરુદ્ધ કલમ ૩૭૬ અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw