
થાણેના ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી નાર્કોટિક્સ સેલે બે અલગ અલગ ઓપરેશનમાં રુ. ૧૧ લાખથી વધુની કિંમતના ડ્રગ્સ જપ્ત કર્યા હતા. આ કેસમાં સંડોવાયેલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
વિગત મુજબ, પ્રથમ કિસ્સામાં ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બાતમીના આધારે કાર્યવાહી કરતા એન્ટી નાર્કોટિક્સ સેલે મુંબઈના ખરડીથી દિવા તરફ જતા રસ્તા પર ખરડીગાંવ તલાવ નજીક મોહમ્મદ અબ્દુલ રહેમાન સૈયદની ધરપકડ કરી હતી.
ખોનીગાંવનો રહેવાસી આરોપી ૬૦.૩ ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો હતો. જેની અંદાજિત કિંમત રુ. ૭.૪૩ લાખ હોવાનું જણાવાય છે. એનડીપીએસએ આ મામલે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો તથા આ મામલામાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત બીજા ઓપરેશનમાં ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સાંજે ૬.૨૫ વાગ્યાની આસપાસ મુંબ્રાના રેહવાસી નવાઝ પવલેની થાણેના દાઈઘરમાં ગણેશ ખિંડ – કલ્યાણ ફાટા રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
તેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચને કોડીન આધારિત કફ સિરપની ૭૨૦ જેટલી બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રુ. ૩.૬૫ હોવાનું કહેવાય છે. જે નવાઝ દ્વારા કથિત રીતે ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આરોપી સામે એનડીપીએસની કલમ ૮ (સી) અને ૨૨ (સી) તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની ૧૯૪૦ની સંબંધિત જોગવાઈઓ હેઠળ શીલ દાઈઘર પોલીસ સ્ટેશનમાં કેેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે જપ્ત કરાયેલી કફ સિરપની બોટલો નવાઝ પાસે ક્યાંથી આવી તે કોને વેચવાનો હતો વગેરે માટે વધુ તપાસ હાથ ધરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
