July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

T20 World Cup 2024 :ઇમ્પેક્ટ-પ્લેયર નહીં હોવાથી બોલર્સને ફાયદો થશે,સ્પિનર્સનો દબદબો રહેશે

  • ટીમોએ ઓલરાઉન્ડર્સ ઉપર વધારે ભરોસો રાખવો પડશે
  • વિન્ડીઝની પિચો સ્લો અને લો બાઉન્સવાળી બની છે
  • આઇપીએલની સરખામણીમાં વેસ્ટ ઇન્ડિઝના છ વેન્યૂમાં ટી20નો એવરેજ સ્કોર 130ની આસપાસ રહ્યો

આઇપીએલમાં બેટિંગને એક નવી દિશા આપનાર ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ અને વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ જેવા બેટ્સમેન આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે ત્યારે સમર્થકોને વધુ એક વખત બેટ્સમેનોનું વર્ચસ્વ રહેશે તેવી આશા રહેશે પરંતુ આઇપીએલમાં જેવી રીતે રનના ઢગલા જોવા મળ્યા હતા તેવી સ્થિતિ વર્લ્ડ કપમાં સર્જાશે નહીં.

તેનું સૌથી મોટું મુખ્ય કારણ વર્લ્ડ કપમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. કોલકાતા નાઇટ રાઇડર્સના પેસ બોલર મિચેલ સ્ટાર્કે કબૂલાત કરી હતી કે આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ છે પરંતુ વર્લ્ડ કપમાં નહીં હોવાના કારણે સુકાનીએ તેના ઓલરાઉન્ડર્સ ઉપર વધારે ભરોસો રાખવો પડશે. મેનેજમેન્ટ આઇપીએલની જેમ હવે પોતાના બેટિંગ ઓલરાઉન્ડરને આઠમા ક્રમે રાખી શકશે નહીં. સ્ટાર્કે જણાવ્યું હતું કે ટી20 વર્લ્ડ કપમાં એક બેટ્સમેન ઓછો હોવાના કારણે મોટા સ્કોર જોવા મળશે નહીં.

પિચ ધીમી અને સપાટ બની ગઈ છે

ચેન્નઇ સુપર કિંગ્સે આઇપીએલ દરમિયાન શિવમ દૂબેનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ખૂબીથી ઉપયોગ કર્યો હતો. મોટા ભાગે તેણે બેટિંગમાં વધારે યોગદાન આપ્યું હોવાથી વર્લ્ડ કપ વખતે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં નિયમિત સ્થાન મેળવવા માટે તેણે બોલ દ્વારા પણ સફળતા હાંસલ કરવી પડશે. ન્યૂયોર્કમાં ડ્રોપ ઇન પિચોના કારણે બોલર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આઇપીએલ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી પિચો કરતાં ન્યૂયોર્ક અને વેસ્ટ ઇન્ડિઝની પિચો ઘણી રીતે અલગ રહેશે. એક અનુભવી ક્યૂરેટરે જણાવ્યું હતું કે 80 અથવા 90ના દશકામાં વેસ્ટ ઇન્ડિઝની જે પ્રકારની ઝડપી અને બાઉન્સી પિચો હતી તેવી હવે રહી નથી. હવે પિચ ધીમી પડવાની સાથે સપાટ બની છે જેની ઉપર બોલ થોડોક રોકાઈને આવે છે.

વિન્ડીઝના વેન્યૂના આંકડા IPLથી વિરોધાભાસી છે

આઇપીએલ 2024માં સરેરાશ રનરેટ 9.56નો રહ્યો હતો જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અત્યાર સુધીનો હાઇએસ્ટ રહ્યો છે. આ ઉપરાંત સરેરાશ સ્કોર 180નો રહ્યો છે. હૈદરાબાદમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 230નો રહ્યો હતો. આઇપીએલની સામે વેસ્ટ ઇન્ડિઝના ગ્રાઉન્ડ્સનો રેકોર્ડ એકદમ અલગ છે. ટી20માં એન્ટિગુઆમાં સરેરાશ સ્કોર 123નો, બાર્બાર્ડોસમાં 138નો, ગુયાનામાં 124નો, ત્રિનિદાદમાં 115 રનનો રહ્યો છે. સેન્ટ વિન્સેન્ટમાં સરેરાશ ટી20 સ્કોર 118 તથા ગ્રોસ આઇલેટમાં સર્વાધિક 139નો રહ્યો છે. આ આંકડા જોતાં બોલર્સ ઓછામાં ઓછા એક મહિના સુધી ટી20માં બેટ્સમેનો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવે તેવી પૂરી સંભાવના છે.

સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જશે

અમેરિકામાં માત્ર ફ્લોરિડા પાસે હાઇ પ્રોફાઇનલ ક્રિકેટ મેચોની યજમાની કરવાનો અનુભવ છે. ન્યૂયોર્ક અને ટેક્સાસ પ્રથમ વખત આ રમતની યજમાની કરી રહ્યા છે. નવા વેન્યૂમાં ડ્રોપ ઇન પિચો નાખવામાં આવી છે. પ્રારંભિક મેચોમાં ટીમો પિચ અને અન્ય પરિસ્થિતિની સમીક્ષા કરશે. કેટલાક ગ્રાઉન્ડ ડ્રાય હોવાના કારણે બોલની સપાટી જલદીથી રફ થઈ જશે જેના કારણે બોલ વધારે સ્પિન થશે. આઇપીએલમાં ગ્રીન આઉટફિલ્ડ હોવાના કારણે બોલ લાંબા સમય સુધી શાઇનિંગવાળો રહેતો હતો. સ્પિનર્સ બોલને ટર્ન કરવા ઉપરાંત લો-બાઉન્સનો ઉપયોગ કરીને બેટ્સમેનો ઉપર હાવી થઈ શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us