વેપારીઓના પડતર પ્રશ્નો અને GST સંબંધિત મુશ્કેલીઓનો હવે ઝડપી ઉકેલ આવશે
નવી મુંબઈ APMC માર્કેટની ૧૨૫ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત વેપારી સંસ્થા ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA) ના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીનું મોટું સન્માન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર હેઠળના નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ (NTWB) દ્વારા ગઠિત ‘કરવેરા અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સમિતિ’ના સભ્યપદે તેમની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રિટેલ ટ્રેડ પોલિસીમાં આપશે મહત્વનું યોગદાન
GROMA ની વર્ષોની ઉત્કૃષ્ટ કામગીરી અને ભીમજીભાઈના વિશાળ અનુભવને ધ્યાનમાં રાખીને આ મહત્વની જવાબદારી સોંપી છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ દેશના છૂટક વેપારીઓ (Retail Traders) માટે અનુકૂળ નીતિઓ ઘડવી, વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ સમસ્યાઓ પર ચર્ચા-વિચારણા કરવી અને સરકારને યોગ્ય ભલામણો મોકલવાનો છે. ભીમજીભાઈની સક્રિય ઉપસ્થિતિથી વેપારીઓના હિતમાં મહત્વના નિર્ણયો લઈ શકાશે.

પોતાની આ નિયુક્તિ અંગે ખુશી વ્યક્ત કરતા ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, “વેપારીઓને પડતી વિવિધ કનડગતો અને GST ની જટિલતાઓનો સરળ ઉકેલ લાવવો એ જ અમારી પ્રાથમિકતા રહેશે. NTWB ના ચૅરમૅન સુનીલ સિંધી અને તેમની ટીમ હંમેશાં વેપારીઓના પ્રશ્નો ઉકેલવા તત્પર રહે છે. મને સોંપાયેલી આ નવી જવાબદારી દ્વારા હું દેશના વેપારી સમુદાયના અવાજને કેન્દ્ર સુધી પહોંચાડવા અને તેમની મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ રહીશ.”
આ નિયુક્તિથી માત્ર APMC જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર અને દેશના વેપારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
