
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)ના ત્રણ ખાનગી સર્વેયરોને રૃ.૨૫ હજારથી લાંચ લેતા પકડયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદના આધારે એસીબીએ ત્રણેયને લાંચની રકમ સ્વીકારતી વખતે રંગે હાથ પકડી લીધા હતા અને તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ એક ખાનગી કંપનીના કર્મચારીઓએ જેને એસઆરએ દ્વારા સર્વે કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ફરિયાદીના દાદીની કાલિના વિસ્તારના કુંચી કોર્વે નગરમાં એક ઝૂંપડી છે. આરોપીઓએ તેમના સર્વેમાં આ ઝૂંપડીનો સમાવેશ કરવા માટે રૃ.એક લાખની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતો નહોતો. આથી તેણે એસીબીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબીની ટીમે જરૃરી કાર્યવાહી કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
